આપણું ગુજરાત

માણસની આટલી ક્રૂરતા ? આખલા સાથે કર્યું આવું કૃત્ય!

ભાવનગર: મૂંગા પશુઓ સાથે માણસનો ક્રૂર વ્યવહારની બનતી ઘટનાઓ આપણું હ્રદય કંપાવી દે છે. આવી જ એક ઘટના ભાવનગરના શિહોર તાલુકાના દેવગણા ગામમાં એક આખલાને એક વિકૃત માણસે આખલાના પેટમાં ભાલુ ખોંસી દીધું હતું. જો કે આ બાદ અસહ્ય પીડા સાથે આખલા એ આખા ગામમાં રમખાણ મચાવી હતી અને ગામમાં નાસભાગ મચાવી દીધી હતી. આ બાદ જીવદયા સંસ્થાએ ઓપરેશન કરીને બચાવ્યો હતો.

દેવગણા ગામમાં બનેલી આ ઘટનાની જાણ પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયાળી રેસ્ક્યુ ટીમને કરવામાં આવી હતી. ટીમે આખલાને પકડીને વાહન દ્વારા તેને અગિયાળી ગામની જીવદયા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. અહી ટીમે આખલાનું ઓપરેશન કરીને ભાલો બહાર કાઢવામાં આવ્યો હતો.

અહી પ્રેરણા ફાઉન્ડેશનની તજજ્ઞ ટીમ ઓપરેશન કરવામાં આવ્યું છે. લોખંડનો મોટો તિક્ષ્ણ ભાલો પેટમાંથી બહાર કાઢી આખલાને હોસ્પિટલ લવાયા બાદ તાત્કાલિક સારવાર, ઓપરેશન વગેરે હાથ ધરવામાં આવ્યું હતું. આખલાના પેટમાં તે સમયે મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક, દોરડા, લોખંડના ટુકડા, ચલણી સિક્કા, કપડાં વગેરે હોવાનું તબીબોને જણાતા તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે ૨૫ કિલો જેટલી વસ્તુઓ બહાર કઢાઈ હતી. આ સમગ્ર ઓપરેશન જીવદયા હોસ્પિટલની તબીબી ટીમે 6 કલાકની જહેમત બાદ પાર પાડ્યું હતું.

ગાયો અને ગૌવંશ સહિતના અબોલ જીવ પર થઈ રહેલા અત્યાચારની ઘટનાઓથી જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો. આ પહેલા પણ શ્વાન, ગાય સહિતના પશુઓ પર ક્રૂર વ્યવહાર થયાનોઈ ઘટનાઓ બની છે. જો કે આવા લોકોને સખત સજા થાય તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો