વરસાદ પહેલા વરસાદી આફતઃ વડોદરા-ભરૂચમાં ચારના મોત
અમદાવાદઃ ભરૂચ જીલ્લાના વતાવરણમાં રવિવારે અચાનક પલટો આવ્યો હતો. ભરૂચ શહેર વિસ્તાર નજીકમાં ભારે પવન સાથે વરસાદ વરસતા એક ઘટાદાર વૃક્ષ ધરાશાયી થતાં બે વાહનો દબાઈ ગયા હતા અને એક મહિલા અને બે યુવાનના મોત થયા છે
જ્યારે કેટલાક લોકો ઘાયલ થતા તમામને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. શહેરમા વરસાદ પુર્વના ઝાડેશ્વર ચોકડીથી ઝનોર તરફના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસયો હતો.
ભરૂચ શહેરી વિસ્તારમાં બે દિવસથી વાતવરણમા પલટો આવ્યો હતો. ધોધમાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા શુક્લતીર્થ ગામ નજીક જાહેર માર્ગ પર એક વૃક્ષ ધસી પડતા માર્ગ પરથી પસાર થતી એક કાર તથા રિક્ષા દબાઈ જતા કાર અને રીક્ષામાં સવાર લોકો દબાઈ ગયા હતા.
ઘટનાના પગલે સ્થાનિકો દ્વારા વૃક્ષ કાપવાના સાધનો સાથે પહોંચી વૃક્ષ કાપીને કાર અને રીક્ષામા ફસાયેલા ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા.
અંકલેશ્વરના જડકુંડના હિતેશ હસમુખ પચેલ અને હાર્દિક બાબુ પટેલ નામના બે યુવાનોને સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યા હાજર ડોક્ટરોએ તેમની તપાસ કરતા બન્ને યુવાનોને મૃત જાહેર કર્યા હતા.
દરમિયાન રીક્ષામા સવાર રામવાટી ખાતે રહેતા દક્ષાબેન વસાવાનું ઘટના સ્થળે મોત થયુ હતું. ઘાયલ પાંચ લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા તેમની સારવાર ચાલી રહી છે.
બનાવના પગલે સમગ્ર જાહેર માર્ગ પર વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી આજુ બાજુના સ્થનિકો દ્વારા રોડ પર ધસી પડેલા વૃક્ષને હટાવાના પ્રયાસો કરી વાહન વ્યવહારને રાબેતા મુજબ કરવાની કવાયત હાથ ધરી હતી.
બીજી તરફ રાજ્યમાં હજુ ચોમાસાની ઋતુનો પ્રારંભ થયો નથી તે પહેલા પ્રથમ વરસાદમા જ ભરૂચમાં ત્રણનાં લોકોના મોત થયા છે.
દરમિયાન વડોદરાના કોટા ગામમાં વીજળી પડવાથી એકના મોતના સમાચાર છે. ગુજરાતમાં હજુ ચોમાસાની વિધિવત શરૂઆત થઈ નથી ત્યારે વરસાદી આફતે ચારના જીવ લીધા છે.
Also Read –