Bharuch માં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, બે બાળક સહિત છના મોત, ચાર ઘાયલ
ભરૂચ : ભરૂચ(Bharuch)જિલ્લાના જંબુસર-આમોદ રોડ ઉપર મગણાદ ગામ પાસે એક હોટલ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. ભરૂચ તરફ આવતી કાર ટ્રક સાથે ધડાકા ભેર અથડાઈ હતી. જેમાં કારમા સવાર છ મુસાફરોના મોત નીપજ્યા છે. જ્યારે ચાર લોકો ઘાયલ થતા તેમને જંબુસર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારેબાદમાં ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ થતાં જંબુસર પોલીસ સ્થળ પર પહોંચી હતી.
Also read: આ તારીખથી ગુજરાત મહારાષ્ટ્રમાં પડશે ઠંડી! હવામાન વિભાગે કરી આગાહી…
ભરૂચ ખાતે ચાલી રહેલા મેળામાં જતા અકસ્માત
ભરૂચ જિલ્લાના જબુંસર તાલુકાના વેડચ અને પાંચકડા ગામના સગા સંબંધીઓ સાથે કાર લઈને ભરૂચ શુકલતીર્થ ખાતે ચાલી રહેલા મેળા જઈ રહ્યા હતાં. આ દરમિયાન મંગણાદ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે પાછળ ધડાકા ભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં બેઠેલા લોકોની ચીસોથી આસપાસના લોકો દોડી આવ્યા હતા.આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારમાં સવાર 10 લોકોમાંથી છ લોકોના મોત નિપજ્યા છે.
Also read: કચ્છમાં ભૂકંપઃ અનેક તાલુકામાં અનુભવાયો ભૂકંપનો આંચકો
ચાર લોકોને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા
જ્યારે ચાર ઘાયલોને તાત્કાલિક બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે જબુંસર રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જેમાં ઈજાગ્રસ્તોની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરા મોકલવામાં આવ્યાં છે.
અકસ્માતની જાણ થતાં જ જબુંસર પોલીસ સ્થળ પર પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી.