Bharuchના પાદરિયા ગામે વીજળી પડતાં ત્રણ લોકોના મોત, છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ
ભરૂચઃ ગુજરાતમાં ચોમાસાની વિદાય વખતે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં ગત રોજ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન ભરૂચમાં(Bharuch)પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં ભરૂચમાં પાદરીયા ગામે અચાનક વીજળી પડતા ત્રણ લોકોના મોત થયા છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
| Also Read: Breaking: અંકલેશ્વરથી ઝડપાયું 5 હજાર કરોડનું ડ્રગ્સ: ગુજરાત અને દિલ્હી પોલીસનું સંયુક્ત ઓપરેશન…
ભુજમાં એક કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ
આ ઉપરાંત ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. વેલમાર્ક લો પ્રેશરને કારણે આજે ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગરના દસાડામાં પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભુજમાં એક કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. નવરાત્રિ બાદ પણ વરસાદ યથાવત રહેતા ખેડૂતો ચિંતીત બન્યા.
આજે વડોદરા, પંચમહાલ અને દાહોદમા વરસાદ
હવામાન વિભાગની અગાહી મુજબ આજે પંચમહાલ અને દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં, દાદરા નગર હવેલીમા ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવ ખાતે અમુક સ્થળોએ અને કચ્છ જિલ્લામાં અલગ-અલગ સ્થળો પર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.