ભારત જોડો યાત્રા ગુજરાતમાં 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 થી વધુ કિ.મીનો પ્રવાસ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ભારત જોડો ન્યાય યાત્રા' 7મી માર્ચે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે બપોરે 3-00 કલાકે પ્રવેશ કરશે.
ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાત રાજ્યમાં 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 થી વધુ કિ.મીનો પ્રવાસ કરી મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે. ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભારત જોડો ન્યાય યાત્રા'માં આદરણીયશ્રી રાહુલ ગાંધી કંબોઈધામ (ગુરુ ગોવિંદ), પાવાગઢ તળેટી મંદિર, હરસિદ્ધી માતાજી મંદિર, રાજપીપળા, સ્વરાજ આશ્રમ બારડોલી સહિતનાં ઐતિહાસિક અને વંદનીય સ્થળોની મુલાકાત લેશે.
ભારત જોડો ન્યાય યાત્રા’ દરમ્યાન 6 પબ્લિક મીટિંગ, 27 કોર્નર મીટિંગ, 70 થી વધુ સ્વાગત સ્થળો તથા ટાઉન પદયાત્રાઓનું આયોજન રાખેલ છે. દેશના લાખો બેરોજગારીના સંકટથી ઘેરાયેલો છે. દેશમાં પી.એચડી અને માસ્ટર ડિગ્રી ધરાવાતા યુવાનો પણ પટાવાળાની ભરતીમાં આવેદન કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભા કૉંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે `ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાતમાં આવશે ત્યારે ગુજરાતની જનતાને અવાજ ઉઠાવવામાં આવશે. મોઘાં શિક્ષણ લીધા પછી લાખો યુવાનો ગુજરાતમાં બેરોજગાર છે. અનેક યુવાનોએ શ્રી રાહુલ ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગુજરાતમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થઇ રહ્યો હોવાને લઇને વિવિધ આદિવાસી સંગઠનો રાહુલ ગાંધીને મળશે. ઉ