વિકસિત ભારત સંકલ્પ યોજનાની માહિતી આપતા ભરત બોઘરા
રાજકોટ: આજરોજ ભારતીય જનતા પક્ષે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને તેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન 2047 સંદર્ભે જણાવતા કહ્યું હતું કે ચૂંટણીની પ્રક્રિયા આરંભાઈ ગઈ છે. અને આ વખતે મોદી કી ગેરંટી કાર્યક્રમ અને અત્યાર સુધી જે જે કાર્યો કર્યા છે તે લોકો સુધી પહોંચાડીશું. બે વાહન એલઇડી સ્ક્રીનથી સજ અને કાર્યોની છણાવટ કરતી સુસજ વેન લોકોમાં ફરશે. લોકો પણ પોતાની વાત વડાપ્રધાન સુધી પહોંચાડી શકે તે માટેની વ્યવસ્થા તેમાં કરેલી છે. લોકોના પ્રશ્નો લોકો શું ઈચ્છે છે તે લખી અને ઉપસ્થિત વાનમાં આપી શકે છે જે વડાપ્રધાન સુધી પહોંચી જશે.
આવનારા સમયમાં વિકસિત ભારત ના સ્વપ્ન સાથે અત્યારથી તૈયારીઓ થઈ ચૂકી છે વિશ્વ આખાની નજર ભારત દેશ તરફ મંડાયેલી છે. ભારત દેશની અર્થ વ્યવસ્થા એવા સ્તરે પહોંચાડવાની છે કે વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા ગણવામાં આવશે. મોદી કી ગેરંટી ની વાત શહેર જિલ્લાના તમામ નાગરિકો શું શિક્ષિત વર્ગ ડોક્ટર એન્જિનિયર વકીલ પ્રોફેસર શિક્ષક સ્ટુડન્ટ્સ સુધી પહોંચાડવામાં આવશે.
આ તબક્કે રાજકોટના સાંસદ મોહન કુંડારીયા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા ધારાસભ્યો ઉદય કાનગડ દ દર્શિતા શાહ રમેશ ટીલાળા ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી સમગ્ર પ્રેસ કોન્ફરન્સનું આયોજન સૌરાષ્ટ્રના કોઓર્ડીનેટર રાજુ ધ્રુવ એ કર્યું હતું.