અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ: રંગબેરંગી રોશનીથી મંદિર શણગારાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: બનાસકાંઠા જિલ્લાની સરહદે અરવલ્લીની ગીરીમાળામાં બીરાજમાન માઁ અંબાના ધામ અંબાજીમાં શનિવારથી એટલે કે તા. ૨૩મી સપ્ટેમ્બરથી લઈને ૨૯ સપ્ટેમ્બર સુધીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. ભાદરવી મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં માઇભક્તો પગપાળા સંઘો લઈને માતાજીના વિશેષ દર્શને આવતા હોય છે. વહીવટી તંત્ર, યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી અંબાજી આવતા દર્શનાર્થીઓની સુવિધા સહિત મનોરંજનની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. વહીવટીતંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી અંબાજીના વિવિધ માર્ગો ભાદરવી પૂનમને લઈ શણગારવામાં આવ્યા છે. રંગબેરંગી રોશનીથી યાત્રાધામ અંબાજી ઝગમગી ઊઠ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના નાગરિકોના આસ્થા સમાન ભાદરવી પૂનમના મેળે બાળકો યુવાનોથી લઈને વડીલો સૌ કોઈ આવે છે અને માના દર્શનનો લાભ લે છે. ખાસ કરીને વડીલો, વૃદ્ધો અને દિવ્યાંગ લોકોને કોઈ અગવડનો સામનો ન કરવો પડે તેના માટે પણ રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ કટિબદ્ધ છે. આ વખતના ભાદરવી પૂનમના મેળામાં સમગ્ર અંબાજી અને અંબાજીથી લઈ ગબ્બર રૂટ અંબાજી મંદિર અને આસપાસના વિસ્તારો માટે લાઇટિંગ ડિઝાઇનમાં આ વખતે માતાજીના વિવિધ સ્વરૂપ ઉપર થીમ બેઝ લાઇટિંગ કરવામાં આવશે. અંબાજી પગપાળા ચાલતા જતા યાત્રાળુઓ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મોબાઈલ ટોયલેટ, બાથરૂમ, યુરિનલની સુવિધા કરવામાં આવી છે. તેમજ યાત્રાળુઓ માટે વિવિધ સ્થળે મોટા વોટરપ્રૂફ ડોમ બનાવવામાં આવ્યા છે. સમગ્ર જગ્યાએ વિવિધ સ્ટાફ જેમકે સ્વીપર, ઇલેક્સ્ટ્રીશિયન વગેરે હાજર રહેશે અને પગપાળા ચાલીને જતા યાત્રાળુઓ રિટર્ન પાછા ફરે ત્યારે અવ્યવસ્થા ઊભી ના થાય અને તેમને અગવડ ન પડે તે માટે વધુ એસ.ટી બસો દોડાવવાનો પણ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. અંબાજીમાં કાયમી ધોરણે ચાલતી સ્વચ્છતાની કામગીરી સિવાય યાત્રાધામ બોર્ડ દ્વારા ૯૦૦ વધારાના સફાઈ કામદાર પૂરા પાડવા આયોજન કરવામાં આવ્યું છે. ઉ