લ્યો! ભચાઉ Dyspની કારમાંથી જ મળ્યો દેશી દારૂનો જથ્થો…
ભુજ: પૂર્વ કચ્છના ભચાઉ એસ.આર.પી કેમ્પમાં ફરજ બજાવનારા નાયબ પોલીસ અધિક્ષક સુરેશ એસ.બામણીયાને હળવદ-માળીયા ધોરીમાર્ગ પર સ્થાનિક પોલીસે ત્રણ લીટર દેશી શરાબના જથ્થા સાથે પીધેલી હાલતમાં ઝડપી લેતાં રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર પ્રસરી છે.
આ પણ વાંચો : સોસાયટીના બાળકોએ ફોડેલા ફટાકડાનો કચરો ભેગો કરવા ગયેલા ગરીબ બાળકો દાઝ્યા
હળવદ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રાત્રીના સમયે હળવદ-માળીયા ધોરીમાર્ગ પરના રણજીતગઢ ગામ પાસે રસ્તામાં ઉભેલી એક કાર સાથે નશો કરેલી અવસ્થામાં રહેલા સુરેશ બામણીયાએ પોતાની કારને અથડાવીને અકસ્માત સર્જયો હતો. બનાવ સ્થળે પહોંચીને અકસ્માતગ્રસ્ત કારની તપાસ દરમ્યાન પોલીસને પીધેલી હાલતમાં રહેલા પોલીસ અધિકારી પાસેથી ચાર બોટલ દેશી દારૂ અને એક ખાલી બોટલ મળી આવી હતી.
આ પણ વાંચો : મા આશાપુરાની મેરૈયા આરતી બજારમાં ફરી, હિન્દૂ-મુસ્લિમ વેપારીઓએ ઘીનું પુરણ કર્યું
પોલીસે દેશી દારૂ તેમજ લકઝરી કાર મળીને કુલ ૧૨,૦૦૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને નાયબ પોલીસ અધિક્ષક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.