આપણું ગુજરાતકચ્છભચાઉ

કચ્છમાં ફરી ધરા ધ્રુજી: ભચાઉ નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો…

ભુજ: દિવાળીના તહેવારોની રાજ્યમાં અષાઢ જેવો વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે ભૂકંપ માટે સંવેદનશીલ એવા કચ્છમાં 3.2ની તીવ્રતાના ભૂકંપના આંચકાએ કચ્છની અશાંત ધરતી ધ્રુજાવતાં ભય ફેલાયો છે.

આ પણ વાંચો : કચ્છમાં ફરી પલટાયું હવામાન: દિવસે અષાઢી માહોલ અને ઠેર-ઠેર ઝાપટાં…

ગત 17મી ઓક્ટોબરના રોજ ખાવડાથી 44 કિલોમીટર દૂર પાકિસ્તાનની સરહદ પાસે કેન્દ્રબિંદુ ધરાવતા 4ની તીવ્રતાનો શક્તિશાળી આફ્ટર શોક આવ્યો હતો, તેના માત્ર ચાર દિવસ બાદ સોમવારે વહેલી સવારના પોણા છ કલાકે ભચાઉથી 22 કિમી દૂર કેન્દ્રબિંદુ ધરાવતું આ 3.2ની તીવ્રતાનું કંપન સિસમોલોજી કચેરી ખાતે નોંધાયું હતું.

પ્રમાણમાં વધારે સેકન્ડ સુધી આવેલા આંચકાની અનુભૂતિ કેન્દ્રબિંદુ આસપાસના ગામોમાં વિશેષ થવા પામી હતી.
નોંધનીય છે કે, સદીઓથી કચ્છની અશાંત રહેલી ધરાને સતત ધ્રુજાવી રહેલા ધરતીકંપના આંચકાઓના કેન્દ્રબિંદુ વાગડ ફોલ્ટલાઇનની આસપાસના જ રહ્યા છે જેમાં ભચાઉ, ફતેહગઢ, રાપર, કરમરીયા અને ધોળાવીરાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : દિવાળી ટાણે કચ્છમાં ગરમીનો કહેર: દુબઇ અને દોહા કરતાં ભુજમાં વધારે ગરમી

વર્ષ 2024માં અત્યાર સુધી 3થી લઇ 4.2ની તીવ્રતા ધરાવતા સેંકડો આંચકા નોંધાઈ ચુક્યા છે અને મુંદરા, માંડવી અને ભચાઉ તાલુકામાં ક્યારેક થતા ભેદી ધડાકા પણ લોકોને સતત ડરાવી રહ્યા છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker