આપણું ગુજરાત

પાન-મસાલા ખાઈને જાહેરમાં ગંદકી કરનારા ચેતી જજો, નહીં તો AMC કરશે મોટી કાર્યવાહી

અમદાવાદ: પાન મસાલા ખાનારાઓ વ્યસન કરીને પોતાનું સ્વાસ્થય તો બગાડે જ છે પરંતુ સાથે સાથે તેની આસપાસની જગ્યાને પણ ગંદી કરી મૂકે છે. પાન મસાલા ખાયને જ્યાં ત્યાં થૂંકનારા રોડ-રસ્તા દીવાલો ગંદી કરી નાખતા હોય છે (AMC spitting fine). ખાસ કરીને બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, બાગ બગીચાઓ અને હરવા ફરવાની જગ્યાઓ કે જ્યાં સૌથી વધુ લોકોની અવાર જવર હોય છે, ત્યાં પાનની પિચકારીઓથી ગંદુ કરી મૂકાતા હોય છે. આવા લોકોને સ્થળ પરથી જ રોકી શકાતા હોય છે અને કાર્યવાહી કરવામાં સરળતા રહે છે, પરંતુ ચાલુ વાહને આવી ગંદકી કરે તેનું શું?

હવે અમદાવાદમાં રસ્તા પર પાન-મસાલાની પિચકારીઓ મરનારાઓ ઉપર કાર્યવાહી કરવામાં આવશે. જાહેર સ્થળોએ થૂંકનારા આવા લોકો પાસેથી તંત્ર દંડ વસૂલવાનું કામ કરશે. CCTVની મદદથી ગંદકી કરનારાઓને સામે પગલાં લેવાનું કામ કરવામાં આવશે.

જાહેર સ્થળોએ થૂંકનારાઓને પકડવા સ્માર્ટ CCTVનો ઉપયોગ કરવામાં આવશે. ચાલુ વાહને રસ્તાઓ પર થૂંકનારા પાસેથી 50 થી 500 રૂપિયા સુધીના દંડની વસૂલાત કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ પાન મસાલા ખાયને રસ્તા ગંદા કરતો સીસીટીવીમાં કેદ થશે તો ઈ-મેમો દ્વારા તેના ઘરે નોટિસ મોકલવામાં આવશે. ઈ-મેમો દ્વારા 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

આપને જણાવી દઈએ કે સ્વચ્છતા જાળવણીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કડક ઝુંબેશ હાથ ધરી છે. વિવિધ ટીમો બનાવીને ગંદકી ફેલાવનારાઓ પર સતત નજર રાખી રહી છે અને જો કોઈ ગંદકી કરતું ઝડપાય તો 50 થી 100 રૂપિયા સુધીનો દંડ વસૂલ કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button