નવરાત્રી પાસના નામે છેતરાતા નહીં, ગુજરાત પોલીસે પહેલેથી ચેતવ્યા છે ખેલૈયાઓને...
આપણું ગુજરાત

નવરાત્રી પાસના નામે છેતરાતા નહીં, ગુજરાત પોલીસે પહેલેથી ચેતવ્યા છે ખેલૈયાઓને…

અમદાવાદઃ નવરાત્રી ભલે 22 સપ્ટેમ્બરથી શરૂ થવાની હોય, અમદાવાદીઓ સહિત ગુજરાતીઓ અત્યારથી તૈયારીઓમાં લાગી ગયા છે. ખાસ કરીને યુવાનો દાંડિયા ક્લાસિસમાં જવાથી શરૂઆત કરે છે અને પછી તૈયારીઓમાં લાગી જાય છે.

આ નવ દિવસ માટે કયા પાર્ટી પ્લોટમાં રમવા જવું અને તેના પાસ કઈ રીતે મેનેજ કરવા તે યુવાનો માટે મોટો ટાસ્ક હોય છે અને આનો જ ફાયદો અમક ઠગો ઉઠાવી લે છે. આથી આવા પાસની કોઈપણ જાતની જાળમાં ન ફસાવા ગુજરાત પોલીસે પહેલેથી સતર્ક કરી દીધા છે.

અગાઉ એવી ઘટના બની છે કે કોઈ પાર્ટી પ્લોટના સસ્તા પાસ મેળવી આપવાની લાલચ આપી અમુક એજન્ટો લોકો પાસેથી પૈસા પડાવી લેતા હોય છે. આ ફેક પાસ ખરીદનારાઓને તો વેન્યુએ ગયા પછી જ ખબર પડે છે કે તેમની સાથે છેતરામણી થઈ છે.

ઘણા એક શહેરથી બીજા શહેર પણ આવતા હોય છે. પાસના ભલે તેમણે 500 કે 1000 ખર્ચ્યા હોય, પરંતુ વેન્યુ સુધી પહોંચવા માટે ખર્ચ કરે છે, સમય બગાડે છે અને મૂડ પણ બગડે છે. સાયબર સેલ આ માટે ખાસ મોહિમ ચલાવી રહ્યું છે જેથી ઠગો આ રીતે પાસના નામે યુવાનો કે રમવા ઈચ્છા લોકોને છેતરી ન શકે.

તમે અજાણ્યા ઈ-પાસના મેસેજ પર ક્લિક કરો તે પહેલા
ઘણા સાયબર ફ્રોડ માત્ર એક અજાણી લિંક પર ક્લિક કરવાથી થતા હોય છે. ગિફ્ટ કાર્ડ મળ્યું છે કે ફિલ્મની ટિકિટ કે બીજું કંઈ તમને ઓફર કરી તમારું બેકં અકાઉન્ટ ખાલી કરવાનું કામ સાયબર ઠગો કરે છે.

આવી જ APK ફાઈલ્સ નવરાત્રી પાસ માટે પણ ક્રિએટ કરવામાં આવી રહી છે. તમે પાસની ઈચ્છાએ ક્લિક કરશો અને બદલામાં તમારા બેંક અકાઉન્ટમાંથી પૈસા ઉપડી જશે.

આથી આ વખતે ગુજરાત પોલીસે તમને પહેલેથી જ સતર્ક કરી દીધા છે. નવરાત્રીનો તહેવાર માતાની આરાધનાનો છે અને રાસગરબા રમવાનો છે, પરંતુ આ તહેવાર તમારી માટે કોઈ કડવો અનુભવ ન બને તે જોવાની જવાબદારી તમારી પણ છે.

આ પણ વાંચો…નવરાત્રીમાં ફીટ રહેવા ને ફ્રેશ દેખાવા IV Drip લેવાનો અભરખો તમને નથી ને?

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button