Statue of Unity જતા પહેલા ધ્યાન રાખજો, કેવડીયા જતો આ હાઈવે બિસ્માર હાલતમાં

Statue of Unity જતા પહેલા ધ્યાન રાખજો, કેવડીયા જતો આ હાઈવે બિસ્માર હાલતમાં

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદને કારણે વિકાસની ખરી વાસ્તવિકતા દેખાઈ ગઈ છે, માર્ગો પર ઠેરઠેર ખાડાનું સામ્રાજ્ય છે, ઘણા હાઈવે પણ હાલત બીસ્માર હાલતમાં છે. ત્યારે ચોમાસામાં ભરૂચ જિલ્લાના માર્ગોની હાલત બીસ્માર બની છે. અંકલેશ્વરથી ઝગડીયા તાલુકામાંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સ્ટેચ્યુ ઓફ્ યુનિટી ફેર લેન હાઇવે પર મોટા ખાડા પડી જતા, વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ચૂંટણી પ્રચાર ના સમયે થયેલા વાયદા અને વચનો ચોમાસા મા બધા ભુલાઈ નહીં પણ ખાડાઓ મા ધોવાઈ જતા હોઈ તેમ જનતાને લાગી રહ્યું છે.

ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરથી રાજપીપળા થઈ સરદાર પ્રતિમાને જોડતો માર્ગ ઝગડીયા તાલુકાના ઉમલ્લાના તવડી સુધી બિસ્માર પરિસ્થિતિમાં છે. આ માર્ગમાં પડેલ મસમોટા ખાડા લોકોની કમર થી લઈ વાહનો ને પણ નુક્સાન પહોંચાડી રહ્યા છે. વાહન ચાલકોને પોતાનું વાહન ક્યાં ચલાવવું તે ખબર નથી પડી રહી. જ્યાં જોવો ત્યા માર્ગમાં ખાડા હોવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોન્ટ્રાક્ટર અને રોડ વિભાગ દ્વારા માર્ગમાં કોઈ જાતનું પેચીંગ વર્ક પણ કરવામાં નથી આવી રહ્યું.


| Also Read: ગુજરાતમાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની એક બે નહીં 209 યાત્રાઓ નીકળશે


ચોમાસા અગાઉ રોડ પેચિંગ સહિતની કામગીરી કરવાની હોય છે પરંતું તે હજુ સુધી થઈ નથી. ત્યારે વર્ષોથી બની રહેલા ફોરલેન માર્ગની બાબતે રાજકારણીઓ અને આગેવાનો પણ આ બાબતે ચૂપકિદી સેવી બેસી રહ્યા છે, આ બાબતે કોઈ પણ બોલવા તૈયાર નથી.

સંબંધિત લેખો

Back to top button