રાજકોટના સોની બજારમાં બંગાળી કારીગરોના રજિસ્ટ્રેશન સંદર્ભે ડ્રાઇવ

રાજકોટઃ ગુજરાતભરમાં સોની-ઝવેરી બજારના કારીગરોમાં ખાસ કરીને બંગાળી કારીગરોનું વર્ચસ્વ રહ્યું છે ત્યારે રાજકોટમાં પણ મોટી સંખ્યામાં બંગાળી કારીગરો કાર્યરત છે. ભૂતકાળમાં બે આતંકવાદી આ કારીગરના સ્વાંગમાં દેશ વિરોધી કૃત્ય કરતા પકડાયા હતા. ત્યારે બંગાળી કારીગરોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવા માટે તમામ વેપારીઓને સૂચના આપવામાં આવી હતી, પરંતુ ત્યાર બાદ અમુક વેપારીઓ આ સૂચનાને ઘોળીને પી ગયા હતા.
બંગાળી કારીગરોનું રજિસ્ટ્રેશન નહિં કરનાર વેપારીઓ સામે પોલીસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સોની બજારમાં ક્રાઇમ બ્રાન્ચ અને SOGએ દરોડા પાડી ચેકિંગ શરૂ કરાયું હતું. રાજકોટ SOGએ શરૂ કર્યું, જે ચેકિંગમાં છેલ્લા છ દિવસમાં ૨૭ કેસ નોંધાયા છે. SOG દ્રારા રજિસ્ટ્રેશન નહિં કરાવનાર વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગ સહિતની કાર્યવાહી હાથ ધરાઇ હતી. રાજકોટની સોની બજારમાં હજારોની સંખ્યામાં બંગાળી કારીગરો રહે છે.
આ પણ વાંચો : ગુજરાત સાથે કૃષિ, ડેરી ઉદ્યોગ, સહકાર, રિન્યૂએબલ એનર્જી, પ્રવાસન ક્ષેત્રે ન્યૂઝીલેન્ડે દાખવ્યો રસ
ગત વર્ષે બંગાળી કારીગરોના સ્વાંગમાં આતંકીઓ ઝડપાયા હતા તે સંદર્ભે પોલીસ તંત્રએ કડક કામગીરી હાથ ધરી હતી. દેશની સુરક્ષા માટે જરૂરી છે પરંતુ સાથે સાથે અન્ય રાજ્યોના કારીગરો નાના વેપારીઓ ચોકીદારો જેવા કે નેપાળી, બિહારી, યુપી અને એમપીથી આવેલા મજૂર વર્ગનું પણ રજિસ્ટ્રેશન ફરજિયાત કરવા માટે પોલીસ તંત્રની કામગીરી થવી જોઈએ તેવી લોક માંગ છે