આપણું ગુજરાત

ગુજરાતમાં ઠંડી જોર પકડે તે પહેલાં ૨૬મીથી બે દિવસ માવઠું મંડરાયું

અમદાવાદ:ગુજરાતમાં દિવાળીના દિવસથી જ શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થઇ ગઇ છે ત્યારબાદ સમી સાંજથી બીજા દિવસે સવાર સુધી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો હતો, પરંતુ સોમવારે સવારથી જ ફરી એક વાર ધુમ્મસ છવાયું છે. બીજી બાજુ ઠંડી જોર પકડે તે પહેલા ૨૭મીથી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદનો વર્તારો હવામાન વિભાગે કર્યો છે.
આગામી ૨૬મી અને ૨૭મી નવેમ્બરના રોજ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અમરેલી અને રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે. માવઠાની આગાહીને પગલે રવિ પાકને નુકસાન જવાની ભીતિ છે.૨૬ નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જ્યારે ૨૭ નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ, આણંદ, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. બીજી બાજુ બે દિવસથી ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે. અમદાવાદમાં ૧૮, ડીસામાં ૧૭, ગાંધીનગરમાં ૧૬, વલ્લભ વિદ્યાનગરમાં ૧૯, વડોદરામાં ૧૭.૮, સુરતમાં ૨૦, વલસાડમાં ૨૦, ભુજમાં ૧૭, નલિયામાં ૧૩, કંડલા પોર્ટમાં ૧૯, ભાવનગરમાં ૨૦.૧, દ્વારકામાં ૨૦.૪, ઓખામાં ૨૪, પોરબંદરમાં ૧૯, રાજકોટમાં ૧૮, વેરાવળમાં ૨૨, સુરેન્દ્રનગર ૧૯ અને મહુવામાં ૧૯ ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button