આપણું ગુજરાત

દશેરા પહેલા અમદાવાદ મનપાએ વાહનચાલકોને આપી આ મોટી ભેટ

દશેરાના તહેવાર પહેલા અમદાવાદ મનપાએ એક મોટો નિર્ણય લીધો છે જે વાહનચાલકો માટે ભેટ સમાન જ સાબિત થશે. આ નિર્ણય અનુસાર હવેથી વ્હીકલ ટેક્સ ભરવા માટેનું કામ ઓનલાઈન થશે, પહેલા આના માટે નાગરિકોએ મનપાની સિવિક સેન્ટરોની ઓફિસોના ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવેથી આ સુવિધા ઓનલાઈન થઈ જતાં નવું વાહન ખરીદતા લોકોને મોટી રાહત થઈ જશે.

લોકોને આજના ફાસ્ટ જમાનામાં વિવિધ સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી જાય. ઓનલાઈન કામ થવાથી પારદર્શિતા પણ વધે છે, ભ્રષ્ટાચારની સંભાવના પણ ઓછી જાય છે અને લોકોનું કામ સરળતાથી થઈ જાય છે. આજ મૂળમંત્ર પર હવે અમદાવાદ મનપાના સત્તાધીશોએ પણ અમલ કર્યો છે અને શહેરી નાગરિકો માટે એક મહત્વની સુવિધાને ઓનલાઈન મોડ પર લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તહેવારોના દિવસોમાં મનપા દ્વારા લેવાયેલા આ નિર્ણયને ઘણો જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. હવેથી વાહન ખરીદતા પહેલા નાગરિકોએ ઓનલાઈન ટેક્સ ભરવાની સુવિધા મળી રહેશે. પ્રોપર્ટી ટેક્સ અને કૉમર્શિયલ ટેક્સ બાદ ત્રીજી ટેક્સ વ્યવસ્થા છે જેને મનપા દ્વારા ઓનલાઈન કરી દેવામાં આવી છે. ઓફલાઈન ટેક્સ ભરવામાં પાંચેક દિવસ નીકળી જતા હતા જ્યારે હવે આ કામ ઓછો સમય પણ લેશે. આ સાથે છેલ્લા 3 વર્ષોમાં 64 હજાર વાહનચાલકોએ ટેક્સ નહીં ભર્યું હોવાનું પણ સામે આવ્યું છે. જેથી આ વ્યવસ્થામાં આ લૂપહોલ હવે નહીં રહે.

આ સાથે આ વ્યવસ્થામાં ડીલર દ્વારા ઈનવોઈસ બિલ રજૂ કરતા બિલ ભરાઈ જાય તેવી વ્યવસ્થા ગોઠવવમાં આવી છે. જો ડીલર દ્વારા કોઈ પણ ગેરરીતિ આચરવામાં આવશે તો તેનું લાયસન્સ રદ્દ કરવા સુધીની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે દશેરામાં મોટા પાયે વાહનોનું વેચાણ થતું હોય છે, જેથી દશેરા પૂર્વે જ આ વ્યવસ્થાથી લોકોને ટેક્સ ભરવામાં સરળતા પડશે અને મનપાની આવક પણ વધશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button