ગુજરાતમાં ઠંડીના આગમન પૂર્વે બદલાશે હવામાન, Ambalal Patel કરી આ મોટી આગાહી

ગુજરાતના આ વર્ષે નવેમ્બર માસ દરમ્યાન હજુ ઠંડીની શરૂઆત નથી થઈ. જો કે આ વચ્ચે હવામાન નિષ્ણાત
અંબાલાલ પટેલે (Ambalal Patel)રાજ્યના ઠંડી પૂર્વે હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે રાજ્યના ઠંડીની શરૂઆત નવેમ્બર માસમાં અંતના થશે. જો કે પૂર્વે રાજ્યના હવામાનમાં મોટો બદલાવ આવશે.
બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાવાની શક્યતા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 7 થી 10 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાવાની શક્યતા છે. જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં માવઠાની સંભાવના છે. આ વાવાઝોડાથી ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. જે ખેડૂતો માટે ચિંતાજનક છે.
13 અને 14 નવેમ્બરે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગળ વધતા વાતાવરણમાં 13 અને 14 નવેમ્બરે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે. જેના કારણે સ્થાનિક હવામાન પર પણ અસર થઈ શકે છે. આ પછી 17 અને 18 નવેમ્બરે પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં ઠંડી વધુ તીવ્ર બનશે. 19 થી 22 નવેમ્બરના અંતરાલમાં બંગાળના ઉપસાગરમાં વધુ એક પ્રચંડ વાવાઝોડું આવવાની આગાહી છે. જેના કારણે રાજ્યમાં ફરીથી માવઠું લાવવાની શક્યતા છે.
Also Read – અમરેલીના સાવરકુંડલામાં નાવલી નદી પર રૂ. 25 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનશે, મુખ્યપ્રધાને કર્યું ખાતમુહૂર્ત…
22 નવેમ્બરથી ઠંડીની શરૂઆત થશે
આ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી અંગે આગાહી કરી છે. તેમના મતે રાજ્યમાં 22 નવેમ્બરથી
ઠંડીની શરૂઆત થશે. 22 નવેમ્બર સુધી તાપમાન સામાન્ય રહેશે. જ્યારે હિમાલયના પ્રદેશોમાં હિમવર્ષા થવાની પણ શક્યતા છે.