આપણું ગુજરાત
Banaskantha માં બે ખેતીવાડી અધિકારી સહિત 3 લોકો Bribe લેતા ઝડપાયા

પાલનપુરઃ બનાસકાંઠામાં(Banaskantha) ઇકબાલગઢ કૃષિ સેવા કેન્દ્રમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બે ખેતીવાડી અધિકારી સહિત કુલ ત્રણ લોકો લાંચ(Bribe) લેતા ઝડપાયા હતા. આ ત્રણેવ અધિકારીઓ દ્વારા 20 હજારની લાંચ લેવામાં આવી હતી.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એસીબીએ બાતમિના આધારે ઇકબાલગઢ કૃષિ સેવા કેન્દ્રમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન ખેતીવાડી અધિકારી ચંદ્રિકા થુબડીયા, ખેતીવાડી અધિકારી રાકેશ મકવાણા સહીત પ્રજાજન હિતેન્દ્ર ગગામી એસીબીનાં છટકામાં સપડાયા હતા.
રૂ 20 હજારની લાંચ લેતા ઝડપાયા હતા
આ લોકો કુલ રૂ 20 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. ખાતરની દુકાનમાં ચેકીંગ દરમિયાન વિસગતા આવતા પીઓએસ મશીન પરત આપવા માટે 20 હજાર રૂપિયાની લાંચ લેવામાં આવી હતી. ત્રણેય લોકોને લાંચ સ્વીકારતા ઝડપી પાડી એસીબીએ વધુ તપાસ હાથ ધરી હતી.