રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર લક્ઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ

રાજકોટ: રાજકોટ શહેરની વસ્તીના પ્રમાણમાં વાહન ની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધી છે શહેરમાં અમુક ગીત રસ્તાઓને કારણે ટ્રાફિક સમસ્યાઓમાં પણ ખૂબ વધારો થયો છે તેવા સંજોગોમાં મોટા વાહનોની દિવસ દરમિયાન શહેરમાં અવર-જવર પર પ્રતિબંધ મુકાયો હતો પરંતુ અમુક સંજોગોમાં થોડી છૂટછાટ અપાતી હતી 150 ફૂટ રીંગરોડ પર અવારનવાર હીટ એન્ડ રન ના બનાવો માં વધારો થવા લાગ્યો હતો મોટા વાહનો બેફામ ઝડપે વાહન ચલાવતા નાના વાહન ધારકો અને ચાલકોને તકલીફમાં મુકાવું પડતું હતું છેલ્લા છ મહિનામાં અકસ્માતના બનાવવામાં પણ વધારો થવા લાગ્યો હતો. આવા સંજોગોમાં કલેકટરે ફરી મોટા વાહનોને શહેરમાં પ્રવેશ બંધી ફરમાવી દીધી છે.
શહેરીજનો કોઈ પ્રતિક્રિયા આપે તે પહેલા ટ્રાવેલ્સ સંચાલકો કાગારોળ મચાવી રહ્યા છે.
રાજકોટ ટ્રાવેલ્સ સંચાલકના પ્રમુખ દશરથસિંહ વાળાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે બસ સંચાલકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.લક્ઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધના લીધે પેસેન્જરો પાસેથી રિક્ષા ચાલકો લૂંટ ચલાવશે. આવા સંજોગોમાં બસ સંચાલકો જ નહીં પરંતુ લોકોએ પણ જાગૃત થઈને આ મુદ્દે અવાજ ઉઠાવવો જોશે.
માધાપર ચોકડી તેમજ ગોંડલ ચોકડી શહેરથી 10 થી 15 કિમી દૂર આવેલું હોવાથી મહિલાઓની સલામતી પણ નહીં જળવાઈ. મોટાભાગની બસ માધાપર ચોકડી તેમજ ગોંડલ ચોકડી થી જતી રહે છે પરંતુ 20 થી 25 બસ જ ૧૫૦ફૂટ રીંગ રોડ પર આવે છે. બસના પ્રવેશ પ્રતિબંધ પર પોલીસ કમિશનર વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્યમંત્રીને આ બાબતે રજૂઆત કરવામાં આવશે.
આજરોજ રાજકોટ કમિશનર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ ને સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે આજથી પાંચ મહિના પહેલા મોટા વાહનોની પ્રવેશ બંધી નું જાહેરનામું બહાર પાડવામાં આવેલું હતું પરંતુ તેની કડક અમલવારી થતી ન હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી લોકોની ફરિયાદ આવે છે કે ટ્રાવેલ્સ ઓફિસની બહાર રસ્તા રોકાય તે રીતે મોટી બસ પાર્ક કરે છે જેથી અકસ્માતનો ભય રહે છે.
ટ્રાવેલ સંચાલકની દલીલ સામે લોકો પણ દલીલ કરી રહ્યા છે કે નાની બસ દ્વારા તેઓને શહેરમાં લાવી શકાય મોટી બસ ના પ્રવેશ બંધીથી શહેરની ટ્રાફિક સમસ્યા તથા અકસ્માતોની ઘટના ઘટશે.