આપણું ગુજરાત

મુંદરા બંદરે પ્રતિબંધિત ચાઈનીઝ ફટાકડાની ગેરકાયદે આયાત મામલે આરોપીના જામીન નકારાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ
તાજેતરમાં દિલ્હી સ્થિત ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા કચ્છના અદાણી મુંદરા બંદરેથી મિસ-ડીક્લેરેશન થકી ઘુસાડવામાં આવેલા રૂા.પાંચ કરોડથી વધુના પ્રતિબંધિત ચાઈનીઝ ફટાકડા પકડાવવાના રાજ્યભરમાં ચર્ચાસ્પદ મામલાના આરોપીએ દાખલ કરેલી જામીન અરજીને નામદાર મુંદરા અદાલતે નકારી કાઢ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, પાણીના ગ્લાસ અને ફૂલદાનીના નામે કન્ટેનરમાં ચાઈનીઝ ફટાકડાના જથ્થાને ગેરકાયદે આયાત કરવાના આરોપ સાથેના મામલામાં ધરપકડ કરાયેલા મુંબઈ સ્થિત આરોપી પરાગ હરીશ રૂપારેલની અરજીને મુંદરાની એડિશનલ સિવિલ જજ કોર્ટે નકારી કાઢી હતી. આયાતકાર પેઢી તરીકે સીટી ઇમ્પેક્ષ, મુંબઈ હોવાનું ખુલ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતના મુન્દ્રા પોર્ટથી 10 કરોડના ચાઈનીઝ ફટાકડાની આયાત કરનાર માસ્ટર માઈન્ડની ધરપકડ…

પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા દલીલો કરવામાં આવી હતી કે,આ મામલો કસ્ટમ કાયદા તળે કોગ્નિઝેબલ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલો છે. વળી, ડીજીએફટી અને પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (પેસો)નું લાયસન્સ પણ નથી મેળવાયું. બંને પક્ષની દલીલોને ધ્યાનપૂર્વક સાંભળ્યા પછી મુંદરા કોર્ટે જામીન માટેની અરજીને અસ્વીકાર્ય ગણીને નકારી દીધી હોવાનું જાણવા મળ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button