આપણું ગુજરાત

બગસરા નગરપાલિકાનો ઠરાવઃ મહિલા સભ્યોના બદલે પતિઓ કરી શકશે વહીવટ

ગ્રામ પંચાયતોમાં સરપંચપતિ હોવાની વાત ઘણી જાણીતી છે. મહિલા અનામતને કારણે પત્ની સરપંચ હોય, પરંતુ કામકાજ પતિ સંભાળતા હોય તેવા ઘણા કિસ્સાઓ છે. તાજેતરમાં જ્યારે મહિલા અનામત બિલ લોકસભામાં આવ્યું ત્યારે પણ આ વિષયની ચર્ચા થઈ હતી. આવું જ કંઈક અમરેલીના બગસરામાં બન્યું છે.

અહીંની નગરપાલિકાએ તો રીતસરનો ઠરાવ પસાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મળતા અહેવાલો અનુસાર અમરેલીના બગસરા ભાજપ શાસિત નગરપાલિકાએ મહિલા સભ્યોના બદલે તેમના પતિ વહીવટ કરી શકશે, તેવો ઠરાવ પસાર કર્યો છે. મહિલા સદસ્ય પોતાના બ્લડ રિલેશન વાળા વ્યક્તિ રાખી શકે છે.

આ ઉપરા્ંત પાલિકાની સાધારણ સભામાં મોબાઈલ લાવવા પર પ્રતિબંધ છે. ત્યારે સાધારણ સભામાં જરૂર પડ્યે પોલીસ પ્રોટેક્શન પણ મંગાવાશે. આ અંગે એવી દલીલ કરવામાં આવી રહી છે કે મહિલા સભ્યને વહીવટી કામકાજનો અનુભવ ન હોવાથી તેમના બ્લડ રિલશનમાંથી કોઈ પ્રતિનિધિ તરીકે આવી શકે.

બગસરા ભાજપ શાસિત નગરપાલિકાના વિચિત્ર ઠરાવથી ચર્ચા શરૂ થઇ છે. જેમાં મહિલા સદસ્ય પોતાના બ્લડ રિલેશન વાળા વ્યક્તિ રાખી શકે એટલે કે પતિને પણ રાખી શકે છે.


તથા પાલિકાની સાધારણ સભામાં મોબાઈલ લાવવા પર પ્રતિબંધ મુકાયો છે. જેમાં પાલિકાની સાધારણ સભામાં જરૂર પડ્યે પોલીસ પ્રોટેક્શન પણ મંગાવવામાં આવશે.આ અંગે પાલિકાના સભ્યો કે વહીવટકર્તાઓ સાથે વાત થઈ શકી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button