Baba Siddiki ની હત્યા મુંબઈમાં, ધમધમાટ અમદાવાદની સાબરમતી જેલમાં, જાણો શા માટે
અમદાવાદ : મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની(Baba Siddiki)હત્યાની જવાબદારી સૂત્રોના જણાવ્યા અનુસાર લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. તેવા સમયે તપાસ એજન્સીઓ ગુજરાતની અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે. લોરેન્સ બિશ્નોઈ હાલ સાબરમતી જેલમાં બંધ છે.
જો કે બાબા સિદ્દીકીની હત્યા કેસના આરોપીઓની ચકાસણી કરવા માટે તપાસ એજન્સીઓ ટૂંક સમયમાં જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરશે. આ માટે કાયદાકીય સલાહ લેવામાં આવી રહી છે. કારણ કે પૂછપરછ માટે કોર્ટની પરવાનગી જરૂરી છે.
અંગત દુશ્મની કે જમીનનો વિવાદ !
બાબા સિદ્દીકીના હત્યાના આરોપીઓએ દાવો કર્યો છે કે તેઓ લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલા છે. તપાસ એજન્સીઓ બાબા સિદ્દીકીના મૃત્યુનું કારણ કે અંગત દુશ્મનાવટ અને કે પછી જમીન વિવાદ છે તેની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: બાબા સિદ્દીકીના મૃત્યુથી મહારાષ્ટ્રની ચૂંટણી પર શું અસર પડશે? આ વિસ્તારમાં ધરાવે છે પ્રભુત્વ
ઝિગાના પિસ્તોલ લોરેન્સ શૂટર્સની પ્રથમ પસંદગી
લોરેન્સ બિશ્નોઈ શૂટર્સની પ્રથમ પસંદગી ઝિગાના પિસ્તોલ છે. લોરેન્સ શૂટર્સ ઘણીવાર ઝિગાના પિસ્તોલનો ઉપયોગ કરે છે. તુર્કી બનાવટની ઝિગાના પિસ્તોલ પાકિસ્તાનથી ડ્રોન દ્વારા આયાત કરવામાં આવે છે. શૂટરોએ બાબા સિદ્દીકી પર 9 એમએમ પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. લોરેન્સ બિશ્નોઈના શૂટરોએ ઝિગાના પિસ્તોલથી અતિક અહેમદ અને અશરફ પર ફાયરિંગ કર્યું હતું. એટલું જ નહીં સિદ્ધુ મૂસેવાલા પર પણ જીગાના પિસ્તોલથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
એક સમયે 15 રાઉન્ડ ફાયર
ઝિગાના પિસ્તોલની ખાસિયત એ છે કે તે એક સમયે 15 રાઉન્ડ ફાયર કરે છે. ટ્રિગરમાંથી હાથ સરકતો નથી. ગોળીબાર કરતી વખતે શૂટરને કોઈ જોખમનો સામનો કરવો પડતો નથી.ભારતમાં ઝિગાના પિસ્તોલ પર પ્રતિબંધ છે. ઝિગાના પિસ્તોલ તુર્કીમાં બનાવવામાં આવે છે. તેને પાકિસ્તાનમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. તેથી ગેંગસ્ટર તેને ડ્રોન દ્વારા સરહદ પારથી ઓર્ડર કરે છે.
લોરેન્સ બિશ્નોઈની ટૂંક સમયમાં પૂછપરછ થઈ શકે છે
હાલમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ સેલ શૂટર્સના દાવાઓની તપાસ કરી રહ્યા છે. ટૂંક સમયમાં બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં લોરેન્સ બિશ્નોઈની પણ પૂછપરછ થઈ શકે છે.