આયુષ્માન કાર્ડ કૌભાંડ: નવ હોસ્પિટલસસ્પેન્ડ, બેને બ્લેક લિસ્ટ કરાઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાતમાં એ.બી.-પી.એમ.જે.એ.વાય.-માથથ યોજના એટલે કે આયુષ્માન કાર્ડમાં કેટલીક ખાનગી હોસ્પિટલો દ્વારા ગરીબોના નામે કૌભાંડ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ઊઠતાં આખરે તંત્ર જાગ્યું હતું અને આયુષ્માન કાર્ડમાં ગેરરીતિના મામલે નવ ખાનગી હોસ્પિટલોને યાદીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે જ્યારે બે હોસ્પિટલોને બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી. અનુસાર એ.બી.પી.એમ.જે.એ.વાય.-માથથ યોજના અંતર્ગત નાગરિકોને ગુણવત્તા સભર સારવાર મળે છે પરંતુ લાભાર્થીઓ સાથે ગેરરીતિ થતી હોવાનું જણાતાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા પોલિસી વર્ષ-૭ અને ૮ દરમિયાન ૮૩૨ જેટલી હોસ્પિટલોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ૯ હોસ્પિટલોને સસ્પેન્ડ, ૧ હોસ્પિટલને ડિ-એમ્પેનલ અને ૧ હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે તથા અંદાજિત રૂા.૨ કરોડથી વધુનો દંડ કરાયો હતો.
પી.એમ.જે.એ.વાય.-માથથના મદદનીશ નિયામકની યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર નસ્ત્રએ.બી.-પી.એમ.જે.એ.વાય.-માથથ યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને નિયત ઓપરેશનો માટે રૂપિયા દસ લાખનું વિનામૂલ્યે આરોગ્યકવચ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત કુટુંબના દરેક સભ્યને વ્યક્તિગત નસ્ત્રઆયુષ્માન કાર્ડ આપવામાં આવે છે. જેની મદદથી યોજનાના લાભાર્થીઓ જરૂરિયાતના સમયે સામાન્ય બીમારીથી લઇને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, હૃદયની સારવાર, કૅન્સર જેવી અતિગંભીર બીમારીઓ માટે પોતાના રહેઠાણની આસપાસ પસંદગીની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર મેળવી શકે છે. આ યોજના અંતર્ગત વર્તમાન સ્થિતિએ સરકારી-૧,૭૧૧, ખાનગી- ૭૮૯, ભારત સરકારની-૧૮ એમ કુલ ૨,૫૧૮ હોસ્પિટલ સંલગ્ન છે. જેમાં અંદાજિત દૈનિક ૪,૦૩૯ પ્રિ-ઓથોરાઇઝ્ડ કેસ સારવાર માટે મુકવામાં આવે છે. આ યોજનાની અમલવારીમાં કોઇ પણ ગેરરીતિ ન થાય તે માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની રચના કરવામાં આવી છે. આ યુનિટ દ્વારા હોસ્પિટલોનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે.