આપણું ગુજરાત
સીરપકાંડ નો રેલો રાજકોટ સુધી?
રાજકોટ પોલીસ આજરોજ હરકતમાં આવી છે અને કોલેજ સ્કૂલ આસપાસના તથા મોટા પાન સેન્ટર પર નશાકારક આયુર્વેદિક સીરપ અંગે સઘન તપાસ ચાલુ કરાઈ છે.
ગુજરાતના ખેડા જિલ્લામાં થયેલ સીરપ કાંડને લઈ રાજકોટ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે,શહેરના 80 ફૂટ રોડ અમૂલ સર્કલ નજીક આવેલ પાનની દુકાનોમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું શહેરમાં અન્ય સ્થળોએ પણ તપાસ થશે.
આજકાલ યુવા ધન પાશ્ચાત સંસ્કૃતિનું આંધળો અનુકરણ કરે છે અને એક વ્યવસ્થિત સાજીસ થતી હોય તેવું લાગે છે કિશોરભાઈથી જ મફત નશાકારક પીણા કે પદાર્થ આપી અને પહેલા તેને આદિ બનાવાય છે અને ત્યારબાદ નશાના સકંજામાં આવ્યા પછી તેને ડ્રગ પેડલર સુધીનું કામ કરાવાય છે .સરકાર આ અંગે ચિંતિત છે.પરંતુ હજુ પણ વધારે સખત હાથે કામ લેવું પડશે. નહીં તો યુવા પેઢી બરબાદ થઈ જશે.