Auto Rickshaw Flag Meter Protest

ઓટો રિક્ષામાં ફ્લેગ મીટરનો વિરોધ: પોલીસની કાર્યવાહીથી બચવા હાઇકોર્ટમાં રિટ

અમદાવાદઃ ઓટો રિક્ષામાં ફલેગ મીટર ન લગાડતા પોલીસ દ્વારા દંડ ફટકારવા મામલે અમદાવાદ અને વડોદરા શહેરના ઓટો રીક્ષા યુનિયનોએ હાઇકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી હતી. આ અરજીમાં રજુઆત કરવામાં આવી હતી કે, ફકત ઓટો રીક્ષામાં જ ફલેગ મીટર લગાડવાનો કાયદો છે જેથી તેને રદ કરવાની માગ કરવામાં આવી હતી.

આ બાબત ઓટો રીક્ષા ચાલકોના બંધારણીય અધિકાર આર્ટિકલ 14નો ભંગ છે. કાયદા મુજબ દરેક પ્રકારના પરમિટવાળા ટ્રાન્સપોર્ટ પરમિટવાળા વાહનો જેમાં ટુ વ્હિલર, થ્રી વ્હિલર, ટેકસી મેકસી કેબ, બસ, લકઝરી અને ભારવાહક હેવી વાહનોમાં પણ કિલોમીટર માપવા અલાયદુ મીટર હોવું જોઈએ, જે પ્રજા હિતમાં છે. પરંતુ ફકત ઓટોરીક્ષા ચાલકો ઉપર આ કાયદાની અમલવારી અને દંડ રાજય સરકારની ભેદભાવ ભરી નિતી દર્શાવે છે.

Also read: ડભોઈમાં બાળકીનું રિક્ષા ચાલકે અપહરણ કર્યું

તોલમાપ વિભાગની માહિતી મુજબ તોલમાપમાં વિભાગ દ્વારા ફક્ત ઓટો રીક્ષાના જ ફ્લેગ મીટરની ચકાસણી અને કેલિબ્રેશન કરવામાં આવતું હોય છે. જે દર્શાવે છે કે, આ પ્રકારનો નિયમ ફક્ત ઓટો રિક્ષા ચાલક ઉપર જ લાગુ કરવામાં આવેલો છે. ઓલા, ઉબેર, રેપીડો અને અન્ય આ જ પ્રકારની સેવા આપતી કંપનીઓ દ્વારા પણ મીટરનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેમની વિરુદ્ધ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

આ મામલે હાઇકોર્ટ દ્વારા વર્ષ 2020 માં જવાબદાર વિભાગોને નોટિસ આપવામાં આવી હતી.યુનિયને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર માટે આ બાબત શરમજનક છે કે, નાની બાબતોમાં પણ ઓટો રિક્ષા ચાલકોને ન્યાય મેળવવા હાઇકોર્ટનો સહારો લેવો પડે છે.

સંબંધિત લેખો

Back to top button