હવે આવશે શુભ મૂહુર્તઃ કમૂરતા ઉતરતા વાગશે લગ્નના ઢોલઃ જાણો ક્યારે છે શુભ મૂહુર્ત…

અમદાવાદઃ આજે દેશભરમાં મકરસંક્રાંતિ ઉજવાઈ રહી છે અને સાથે પોંગલ, બિહુ, લોહરીની પણ ઉજવણી થઈ રહી છે. મકરસંક્રાંતિની ઉજવણી સાથે કમૂરતા પણ પૂરા થશે અને ફરી શુભ પ્રસંગો શરૂ થશે. એક મહિના દરમિયાન કમૂરતા હોવાથી મોટા ભાગના પરિવારો સારા પ્રસંગો મુલતવી રાખે છે અને આવતીકાલથી લગ્નની શરણાઈ વાગશે અથવા અન્ય શુભ પ્રસંગો પણ શરૂ થશે.
આ પણ વાંચો : આપણને કોઈ કઠોર શબ્દો કહે તો પણ તમે સ્થિર રહી શકો તો તમે સાધક છો
ક્યારે છે લગ્નના સૌથી વધારે મૂહુર્ત
પંચાગ અનુસાર મકરસંક્રાંતિ સાથે જ ધનુર્માસની પણ સમાપ્તિ થશે. આથી ફરી શુભમુહૂર્તોની શરૂઆત થશે. લગ્ન માટેના દિવસોની વાત કરીએ તો વર્ષ 2025માં લગ્ન માટેના 72 શુભ મુહૂર્ત છે. જ્યોતિશાસ્ત્રના નિષ્ણાતોના મતે આ વર્ષે મે મહિનામાં સૌથી વધુ 15 જેટલા મૂહુર્ત છે. જયારે ફેબ્રુઆરી અને નવેમ્બરમાં 14-14 મૂહુર્ત છે.
મહિનાઓ પ્રમાણે વાત કરીએ તો જાન્યુઆરી 2025માં 16, 17, 18, 19, 20, 21, 23, 24, 26 અને 27મી તારીખ લગ્ન માટેના શુભ મુહૂર્ત છે. ફેબ્રુઆરી 2025માં કુલ 14 લગ્નો માટે શુભ મુહૂર્ત છે. જેમાં 2, 3, 6, 7, 12, 13, 14, 15, 16, 18, 19, 21, 23 અને 25મી તારીખો શુભ છે.
માર્ચ 2025 માં તારીખ 1, 2, 6, 7 અને 12મી લગ્ન માટે શુભ માનવામાં આવી છે. તો
આ પણ વાંચો : ભક્તિરસનું અનોખું ઉદાહરણ: મીરાં ને બૈજુ બાવરા
એપ્રિલ 2025માં લગ્નના શુભ મૂહૂર્તો છે જેમાં 14, 16, 18, 19, 20, 21, 25, 29 અને 30મી તારીખ શ્રેષ્ઠ છે. અગાઉ જણાવ્યું તેમ સૌથી વધારે શુભમૂહુર્ત મે મહિનામાં છે. મે 2025માં લગ્ન માટેની 15 શ્રેષ્ઠ મૂહૂર્ત છે જેમાં 1, 5, 6, 8, 10, 14, 15, 16, 17, 18, 22, 23, 24, 27 અને 28મી શ્રેષ્ઠ છે. જૂન 2025માં શુભ તારીખો 2, 4, 5, 7 અને 8મી છે. નવેમ્બર 2025માં 2, 3, 6, 8, 12, 13, 16, 17, 18, 21, 22, 23, 25 અને 30મી તારીખ લગ્ન માટે શુભ છે. 2025ના છેલ્લા ડિસેમ્બર મહિનામાં 4, 5 અને 6મી ડિસેમ્બરે લગ્ન સંસ્કાર માટે શુભ મૂહૂર્ત છે.