અતુલ રાજાણી શહેર કોંગ્રેસ પ્રમુખ નીમાવાથી રાજકારણમાં ગરમી આવી…

તાજેતરમાં જ એક બાજુ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પક્ષમાં ભળવા માટેની હોડ શરૂ થઈ છે.તો બીજી બાજુ કોંગ્રેસ પક્ષ પોતાના પાયાને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે. તે સંદર્ભે શહેર જિલ્લા અને રાજ્યકક્ષાની બોડી ડિક્લેર કરી લોકો વચ્ચે જવાનો પ્રયત્ન શરૂ કર્યો હોય તેવું લાગે છે.રાજકોટ ખાતે ભૂતકાળમાં લોકોના કામ કરવા માટે સદાતત્પર 108 તરીકે જાણીતા થયેલા અને પાયાના કાર્યકર એવા અતુલ રાજાણી શહેર પ્રમુખ તરીકે નીમાતા રાજકારણમાં થોડી ગરમી આવી હોય તેવું લાગે છે. અગાઉ બે ટર્મમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા અતુલ રાજાણીએ આવતાની સાથે જ બે પ્રેસ કોન્ફરન્સ સંબોધી પ્રેસ અને મીડીયા એ પણ લોકોના પ્રશ્નો કઈ રીતે ઉકેલશો તે અંગે પ્રશ્નોત્તરી કરી હતી. ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે.
ત્યારે પાણીનો પ્રશ્ન સમસ્યા રૂપ ન બને તેવા પ્રયત્નો ભારતીય જનતા પક્ષ જ્યારે કરી રહ્યું છે ત્યારે આજે અતુલ રાજાણીએ પાણી પ્રશ્ન આકરા પ્રહારો કર્યા હતા અને સદંતર નિષ્ફળ સરકાર તરીકે સંબોધન કર્યું હતું. સુષુપ્ત અવસ્થામાં પડેલી કોંગ્રેસને આળસ મરડી અને બેઠી કરવામાં અતુલ રાજાની ને ઘણી મહેનત કરવી પડશે. કોંગ્રેસ પક્ષમાં હાલ બે થી ત્રણ ગ્રુપ અલગ અલગ રીતે કાર્યરત છે અને ભારતીય જનતા પક્ષ એ જાણે છે કે આ ગ્રુપ ક્યારે ભેગા થઈ શકે તેવું નથી જેનો લાભ હર હંમેશ ભારતીય જનતા પક્ષને મળે છે. અતુલ રાજાણી માટે શહેર પ્રમુખનો તાજ કાંટાળો સાબિત થશે. લડાયક મિજાજ ધરાવતા અતુલ રાજાની આવનારા સમયમાં લોકોના પ્રશ્નોને કઈ રીતે વાચા આપે છે તે તરફ ધ્યાન રહેશે.
બાઈટ: શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી