આપણું ગુજરાત

Attention Please: ગુજરાતની આ બે ટ્રેનના પરિચાલનમાં થયા છે ફેરફાર

અમદાવાદઃ ગુજરાતમાં વિવિધ કારણોસર રેલવે અમુક ટ્રેનના સંચાલનમાં ફેરફાર કરતી રહેતી હોય છે. પ્રવાસીઓ તરીકે આ માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. આ બે ટ્રેન મહત્વની . એક ભુજ-અમદાવાદ અને બીજી અમદાવાદ-ઓખા ટ્રેનના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યા છે તો તમે પણ જાણી લો, જેથી તમારો પ્રવાસ સુખમય રહે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ અને સાબરમતી સ્ટેશન પર નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) તેમજ રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કાર્ય તેમ જ પ્રસ્તાવિત બ્લોકને ધ્યાનમાં રાખીને સાબરમતી-ભુજ-સાબરમતી સ્પેશિયલ ટ્રેન સાબરમતીને બદલે ગાંધીનગરથી પ્રસ્થાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન 06 માર્ચ, 2024થી 31 માર્ચ, 2024 સુધી દરરોજ ચાલશે. યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ ટ્રેનનું રોકાણ ચાંદલોડિયા-B તેમજ આંબલી રોડ સ્ટેશન પણ આપવામાં આવ્યું છે. આ ટ્રેનની વિગતો આ પ્રમાણે છે.

  1. ટ્રેન નંબર 09456 ભુજ-ગાંધીનગર સ્પેશિયલ ટ્રેન ભુજથી સવારે 06:50 વાગ્યે પ્રસ્થાન કરીને 12.56 કલાકે આંબલી રોડ 13.06 કલાકે ચાંદલોડિયા-B અને 13.55 કલાકે ગાંધીનગર પહોંચશે. અન્ય તમામ સ્ટેશનો પર રોકાણ અને સમય યથાવત રહેશે.
  2. ટ્રેન નંબર 09455 ગાંધીનગર-ભુજ સ્પેશિયલ ટ્રેન ગાંધીનગરથી 17:10 વાગ્યે પ્રસ્થાન કરીને 17:35 વાગ્યે ચાંદલોડિયા-B, 17.45 વાગ્યે આંબલી રોડ, 18.18 વાગ્યે વિરમગામ, 19.19 વાગ્યે ધ્રાંગધ્રા, 19.50 વાગ્યે હળવદ, 20.27 વાગ્યે માળિયા-મિયાણા, 21.12 વાગ્યે સામાખ્યાલી, 21.30 વાગ્યે ભચાઉ, 22.10 વાગ્યે ગાંધીધામ, 22.48 વાગ્યે આદિપુર પહોંચશે.
  3. ટ્રેન નંબર 09455 તેમ જ 09456ના વિસ્તૃત કરાયેલા ફેરાની બુકિંગ તત્કાલ પ્રભાવ થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

આ ઉપરાંત પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની ફ્રિકવન્સી ખાસ ભાડા પર લંબાવવાનો નિર્ણય કર્યો છે. તો તમે પણ કરાવી લો બુકિંગ અને ફરી આવો સુદર્શન બ્રિજ. આ ટ્રેનની વિગતો આ પ્રમાણે છે.

  1. ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સાપ્તાહિક વિશેષ, જેને અગાઉ 24 ફેબ્રુઆરી, 2024 સુધી નોટિફાય કરવામાં આવી હતી, તેને 09 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
  2. ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સાપ્તાહિક વિશેષ, જે અગાઉ 25 ફેબ્રુઆરી, 2024 સુધી નોટિફાઇડ કરવામાં આવી હતી, તેને હવે 10 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી છે.

    ટ્રેન નંબર 09435 અને 09436ની વિસ્તૃત ટ્રિપ્સ માટેનું બુકિંગ તાત્કાલિક અસરથી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસી વેબસાઇટ પર ખુલ્લું છે, તેવી માહિતી રેલવેએ આપી હતી.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો