Kheda ના કઠલાલમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, પોલીસે 100 વ્યક્તિના ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો
અમદાવાદ: ગુજરાતમાં વધુ એકવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. વડોદરા, કચ્છ બાદ હવે ખેડાના(Kheda) કઠલાલમાં મોડી રાત્રે સોશિયલ મીડિયામાં કરાયેલી પોસ્ટ અંગે ફરિયાદ કરવા ગયેલા લોકોના વાહનો પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પોલીસે રાત્રિના સમયે સ્થિતિને કાબૂમાં લીધી હતી. જો કે મામલો ફરી તંગ ન બને તે માટે કઠલાલ અને મહુધામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ કેસમાં મહુધા પોલીસે 100 વ્યક્તિના ટોળા વિરુદ્ધ ગુનો તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ કરી પરત ફરી રહેલા યુવકો પર હુમલો
આ ઘટના મુજબ એક સપ્તાહ પૂર્વે કઠલાલમાં વાહન ઓવરટેક જેવી સામાન્ય બાબતે બે કોમના ટોળાઓએ કઠલાલ શહેરને બાનમાં લીધું હતું. જોકે એ બાદ પોલીસ આવી મામલો થાડે પાડી દીધો હતો. પરંતુ ગત રોજ શનિવારે મહુધા પંથકમાં બે ઈન્સ્ટાગ્રામ આઈડી ધારકોએ ઉશ્કેરણીજનક પોસ્ટ પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી પર મુકી હતી. જે બાબતને લઇને કઠલાલના યુવાનો ફરિયાદ નોંધાવવા મહુધા પોલીસ મથકે પહોંચ્યો હતા.
મોડી રાત્રે ફરિયાદ નોંધાવી પરત આવતા પોલીસ મથક બહાર જ અંદાજે બે હજાર વ્યક્તિઓનું ટોળુ આવી પહોંચ્યુ હતું. પોલીસે ફરિયાદીને પોતાના ગાડીમાં બેસાડવાની નોબત આવી હતી. ત્યારે આ ફરિયાદીની કાર પર ટોળાઓએ કાર પર હુમલો કરી કારને નુકશાન પહોંચાડ્યું હતું.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
આ અંગે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતુ કે, ખેડાના કઠલાલમાં કેટલાક લોકો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો છે. કોમી વૈમન્સય ફેલાય તેવા મેસેજ સોશિયલ મીડિયામાં કરી વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરાયો હતો. જે મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા લોકો સામે ફરિયાદ કરી પરત ફરી રહેલા યુવકોના વાહન પર ટોળાએ હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિત સ્થળ પર દોડી આવ્યા હતા.
મહુધા પોલીસ સ્ટેશનમાં 100 વ્યક્તિના ટોળા સામે ફરિયાદ
આ દરમિયાન આ મામલે મહુધા પોલીસ સ્ટેશનમાં 100 વ્યક્તિના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓની સામે તપાસ શરુ કરી છે. ઘટનાના પગલે મહુધામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને હાલ શાંતિનો માહોલ છે.
Also Read –