અમદાવાદમાં મદરેસામાં સર્વે કરવા પહોંચેલી ટીમ પર હુમલો
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચ દ્વારા કરવામાં આવેલા આદેશ બાદ ગુજરાતનાં 1,100થી વધુ મદરેસાઓનો સર્વે કરવામાં આવ્યો.અમદાવાદ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં મળીને કુલ 205 મદરેસાઓનો સર્વે થઈ રહ્યો છે. અમદાવાદનાં દરિયાપૂરમાં મદરેસાના નિરીક્ષણ માટે પહોચેલી ટિમ પર હુમલો કરાયો.ટિમ જ્યારે મદરેસા પર પહોચી ત્યારે, મદરેસા બંધ હતી. દરમિયાન અમદાવાદનાં દરિયાપૂર વિસ્તારમાં આવેલી સુલ્તાન સૈયદ મસ્જિદ બહાર ભીડ એકત્રિત થઈ અને હુમલો કર્યો. ત્યાર બાદ દરિયાપૂર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ.આ ફરિયાદ સરકારી કામમાં દખલગીરી અને લૂંટનો આરોપ લગાવાયો હતો.
35થી વધુના ટોળાં સામે ફરિયાદ
મળતી માહિતીનુસાર, જેમના પર હુમલો થયો તે શાળાના શિક્ષક મદરેસાની સર્વે ટીમમાં સામેલ હતા. ફરહાન અને ફૈઝલ પર નામજોગ એફઆઇઆર સાથે કુલ પાંચ લોકો અને 35થી વધુના ટોળાં સામે કેસ નોંધવામાં આવ્યો સર્વે ટીમમાં સામેલ શિક્ષક રાકેશ પંડ્યા એ કહ્યું કે, ‘આ ઘટના દુખદ છે’
સુરક્ષા મળવી જોઈએ
સર્વે ટીમમાં સામેલ શિક્ષકે જણાવ્યુ કે,સરકારના આદેશ બાદ અમે અહીં સર્વે કરવા આવ્યા પરંતુ જે ઘટના અમારી સાથે બની તે જોતાં અમોને સુરક્ષા મળવી જોઈએ.ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે અને આચારસંહિતા લાગૂ છે ત્યારે આવી સંવેદનશીલ ઘટના સમાજ માટે દુર્ભાગ્યપૂર્ણ છે.
શેનો સર્વે થઈ રહ્યો છે ?
સરવેમાં શું થઈ રહ્યું છે ?આ સર્વેમાં મદરેસા સંચાલક અંગે તમામ માહિતી માંગવામાં આવી રહી છે.મદરેસા સંચાલન સાથે જોડાયેલા ટ્રસ્ટ,અને સંસ્થાકીય માહિતી ઉપરાંત શિક્ષકોનો પગાર કેવી રીતે થાય છે,સાથોસાથ બાળકો પાસેથી વસૂલવામાં આવતી ફી અને મદરેસાઓને દાનમાં મળતી રકમની પણ માહિતી સર્વે દ્વારા મેળવાઈ રહી છે