સુરતમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ચાલતી હતી, ATSની ટીમે 20 કરોડનો કાચો માલ જપ્ત કર્યો

સુરત: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ (Drugs in Gujarat) પકડાવાનો સિલસિલો યથાવત છે. ગુજરાત ATS (એન્ટી ટેરર સ્ક્વોડ) એ સુરતમાં એક ઔદ્યોગિક એકમ પર દરોડો પાડી ડ્રગ્સનો જથ્થો પકડી પડ્યો છે. ATSએ અંદાજે 20 કરોડની કિંમતનો ડ્રગ્સ બનાવવાની કાચો માલ જપ્ત કર્યો છે. ATSએ 2 શખ્સોની ધરપકડ પણ કરી છે. આ એકમ સુરતના પલસાણા તાલુકામાં આવેલું છે.
અહેવાલ મુજબ ATSને બાતમી મળી હતી કે એક ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું છે. માહિતીના આધારે ATSની ટીમ બુધવારે રાત્રે ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસરમાં દરોડો પાડ્યો હતો. જ્યારે ATSની ટીમ અંદર ગઈ તો ડ્રગ્સ બનાવવામાં વપરાતી સામગ્રી મળી આવી હતી. આ પછી એટીએસની ટીમે યુનિટને સીલ કરી દીધું.
આ પણ વાંચો : Chandipura virusનો સૌરાષ્ટ્રમાં પગપેસારો, રાજકોટમાં ત્રણનાં શંકાસ્પદ મોત, જામનગરમાં પણ કેસ
અહેવાલ મુજબ કે દરોડા દરમિયાન મોટી માત્રામાં ગેરકાયદે દવાઓ મળી આવી છે, જેની કિંમત 20 કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે. આ દવાઓનો ઉપયોગ માદક દ્રવ્યોના ઉત્પાદનમાં કરવામાં આવે છે. દરોડા – પોલીસે આ ફેક્ટરી સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજો અને પુરાવાઓ પણ કબજે કર્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે બે લોકોની ધરપકડ કરી છે, આ બે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઔદ્યોગિક એકમના માલિકની ઓળખ થઈ નથી.