ગોધરામાંથી એટીએસે બે શંકમંદોને ઝડપ્યા, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
ગોધરાઃ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી શંકાસ્પદ ગતિવિધિઓનું પ્રમાણ વધ્યું છે. પંચમહાલના ગોધરામામાં વહેલી સવારથી ગુજરાત ATSએ સ્થાનિક પોલીસને સાથે રાખી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં એટીએસએ 25 દિવસ પાકિસ્તાનમાં રોકાયેલા બે શખ્સની અટકાયત કરી હતી. જે બાદ તેમને એસપી ઑફિસે લાવીને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.
ગત સપ્તાહે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાણંદમાં મદ્રેસામાં કામ કરતી એક શંકાસ્પદ વ્યક્તિની એનઆઈએ દ્વારા અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી.આતંકી સંગઠન જૈશ-એ- મોહમ્મદ સાથેના કનેકશન મુદ્દે અટકાયત કરવામાં આવેલા શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરાઈ હતી. એનઆઈએ દ્વારા અટકમાં લેવાયેલા શંકાસ્પદ વ્યક્તિનું નામ આદિલ હોવાનું જાણવા મળ્યું હતું. આદિલ ચેખલા ગામની મદરેસામાં કામ કરે છે અને તે ઓનલાઇન કટ્ટરપંથી જૂથનો સભ્ય હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મસ્જિદ અને મદરેસામાંથી જરૂરી પુરાવાઓ અને ડોક્યુમેંટ એનઆઈએ દ્વારા કબજે લેવાયા હોવાની વિગતો જાણવા મળી હતી.
આ પણ વાંચો : ગુજરાત સરકારે 2025 ના વર્ષને જાહેર કર્યું “જનજાતિય ગૌરવ વર્ષ”
ઉલ્લેખનીય છે કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ વધુને વધુ યુવાનોને કટ્ટરવાદી બનાવવા અને સંગઠનમાં ભરતી કરવા મોટાપાયે પ્રચાર કરી રહ્યું છે. જેને ડામવા માટે એનઆઈએ સક્રિય થઈ ગયું છે.