અમદાવાદના અટલ બ્રિજ પર વધુ 2 ગ્લાસ તૂટ્યા, બ્રીજ મુસાફરો માટે બંધ કરાયો
અમદાવાદ: શહેરમાં સાબરમતી નદી ઉપર બનાવવામાં આવેલો અટલ ફૂટ બ્રિજ(Atal foor bridge) સતત વિવાદમાં રહ્યો છે, એવામાં આજે બ્રીજ પર લગાવવામાં આવેલા વધુ 2 ગ્લાસ તૂટી પડ્યા છે. અહેવાલ મુજબ હાલ બ્રીજ પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે આજે રવિવાર હોવાથી મુલાકાતીઓનો સંખ્યા વધુ રહે છે.
અગાઉ પણ ગ્લાસ તુટવાનો બનાવા બન્યો હતો, એવામાં આજે ફરી આવી ઘટના બનતા મુલાકતીઓની સુરક્ષા અંગે ગંભીર સવાઓ ઉભા થયા છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગ્લાસ તૂટ્યા બાદ ટેમ્પરરી બેરીકેડ લગાવવામાં આવ્યા છે. એક કાચ પર તિરાડ પડી તો બીજો ગ્લાસ તૂટીને નદીમાં ખાબક્યો હતો. જોકે મુલાકતીઓને ઈજાના કોઈ અહેવાલ નથી.
અટલ બ્રિજના ઉદ્ઘાટન વખતે પ્રસાશને 1000 કિલો વજનની ક્ષમતા ધરાવતા કાચ નાખ્યા હોવાની વાતો કરી હતી. જોકે આ કાચ હવે સુરક્ષા બાબતે સંવેદનશીલ સાબિત થઇ રહ્યા છે. જો કે બ્રિજ પરના ગ્લાસને નુકશાન ક્યા કારણોસર થયું એ અંગે તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં તો તૂટેલા ગ્લાસની આજુબાજુમાં રેલીંગ લગાવવા આવી છે.
Also Read –