અમદાવાદનો અટલ બ્રિજ પ્રવાસીઓનો પ્રેમ મેળવવામાં પણ અટલઃ ત્રણ દિવસમાં આટલી કમાણી
અમદાવાદીઓ માટે સાબરમતી નદી પર બનાવેલો આઇકોનિક અટલબ્રિજ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જેના પગલે છેલ્લા ત્રણ દિવસમાં 52 હજાર કરતાં વધુ લોકોએ અટલબિજની મુલાકાત લીધી છે. ત્રણ જ દિવસમાં સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનને રૂ. 20 લાખ જેટલી આવક થઈ હતી.
અમદાવાદ સહિત રાજ્યમાં હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે વિવિધ પ્રવાસી સ્થળો પર ભીડ જામી છે. અમદાવાદ સાબરમતી નદીના પશ્ચિમ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જોડનારો આઇકોનિક અટલબ્રિજ પર દિવાળીની રજાઓમાં લોકો મોટી સંખ્યાં ઉમટી પડ્યા હતા. સવારથી સાંજ સુધી મુલાકાતઓનો બ્રિજ ઉપર ઘસારો રહ્યો હતો.
છેલ્લા ત્રણ દિવસમાં 52 હજાર કરતાં વધુ લોકોએ અટલબ્રિજની મુલાકાત લીધી હતી. દિવાળીના દિવસે 27,000 લોકોએ અટલબ્રિજની મજા માણી હતી. ત્રણ જ દિવસમાં સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનને 20 લાખ જેટલી આવક થઈ છે. 2022માં વડાપ્રધાન મોદીના હસ્તે સાબરમતી નદીના પશ્ચિમ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જોડનારો આઇકોનિક ફૂટઓવરબ્રિજ એટલે અટલબ્રિજ ઉદ્ઘાટન કરાયું હતું.