આવતીકાલથી અષાઢ મહિનાની શરૂઆત : ગુરુ અને સુર્યની ઉપાસનાથી મેળવો મનમાંગ્યું ફળ
વિક્રમ સંવંત અનુસાર અષાઢનો મહિનો નવમો મહિનો છે જ્યારે અન્ય સંવત મુજબ ચોથો મહિનો છે. આ મહિનામાં ભગવાન સૂર્યની વિશેષ ઉપાસના કરવામાં આવે છે. આ સાથે જ આ મહિનામાં ભગવાન શીવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ મહિનો વર્ષાઋતુની શરૂઆતમાં આવે છે અને આથી આ મહિનાને સંધિકાળ ગણવામાં આવે છે. આ મહિનામાં વાતાવરણમાં પરિવર્તન થવાથી રોગચાળો પણ જોવા મળે છે. આ વર્ષે 6 જુલાઇથી અષાઢ મહિનો શરૂ થઈ રહ્યો છે.
અષાઢ મહિનામાં સૌથી ફળદાયી ઉપાસના હોય તો તે પોતાના ગુરુની છે. આ સિવાય દેવી માની પણ ઉપાસના કરવામાં આવે છે. શ્રી હરિ વિષ્ણુની ઉપાસના કરવાથી સંતાન પ્રાપ્તિનું વરદાન મળે છે. આ મહિનામાં જળદેવની ઉપાસના કરવાથી ધનની પ્રાપ્તિ સરળ થઈ જાય છે. આ મહિનામાં મંગળ અને સુર્યની ઉપાસના કરવાથી ઉર્જાનું સ્તર બન્યું રહે છે.
આ પણ વાંચો : Ahmedabad Rathyatra: રથયાત્રા દરમિયાન ડ્રોન ઉડાડવા પર થશે કડક કાર્યવાહી
અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમાના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુવરોના આશીર્વાદ મેળવવામાં આવે છે. આ મહિનો તીર્થયાત્રા કરવા માટે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહિનામાં દાન અને ધ્યાન બંનેનું મહત્વ રહેલું છે. મીઠું, તાંબું, કાંસું, માટીના વાસણ, ઘઉં, ગોળ, ચોખા, તલ વગેરેનું દાન કરવું જોઈએ.
અષાઢ મહિનામાં ખાણી-પીણીની આ વસ્તુઓની ધ્યાન રાખો:
- આ મહિના પાણીવાળા ફળ ખાવા જોઈએ.
- તેલયુક્ત વસ્તુઓનું ઓછું સેવન કરવું જોઈએ.
- વાસી ભોજન ના ખાવો જોઈએ.
- બહારથી લાવેલી વસ્તુઓને ઉપયોગમાં લેતા પહેલા સારી રીતે ધોવો.