આસારામની હાલત ગંભીરઃ અમદાવાદ સિવિલમાં ચેક અપ માટે લવાયા

અમદાવાદઃ દુષ્કર્મ કેસમાં દોષિત આસારામની તબિયત લથડી ગઈ ચે અને શરીર પણ દુબળું અને નિસ્તેજ થઈ ગયું છે. આસારામને આજે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં મેડિકલ ચેક અપ માટે લાવવામાં આવ્યા હતા. 86 વર્ષીય આસારામને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવ્યા હતા. તે સમયે ઓપીડીમાં લોકોનો પ્રવેશ બંધ કરવામાં આવતા સામાન્ય જનતાએ હાલાકી ભોગવી હતી. આ પહેલાં તે ઈન્દોરની જ્યુપિટર હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કર્યો હતો.
હવે તેમની UN મહેતામાં હૃદય સંબંધી બીમારીઓના રિપોર્ટ થવાની શક્યતા છે. આસારામના હંગામી જામીન બીમારીના કારણોસર જ લંબાંતા રહ્યા છે. 8મી ઑગસ્ટે તેમને વચગાળાના જામીન રાજસ્થાન હાઈકોર્ટે આપ્યા હતા.
આ પણ વાંચો: આસારામની તબિયત લથડી, ઇન્દોરની હોસ્પિટલમાં દાખલ…
ગુજરાતમાં સુરતની મહિલાએ આસારામ પર દુષ્કર્મની ફરિયાદ કરી હતી. આસારામના આશ્રમમાં આવતી મહિલાને પહેલા વક્તા તરીકે પસંદ કરવામાં આવી હતી અને પછી તેેન ફાર્મહાઉસ બોલાવી તેની સાથે દુષ્કૃત્ય કરવાની કોશિશ કરવામાં આવી હતી. 1997થી 2006 દરમિયાન આસારામે તેનાં પર બળાત્કાર ગુજાર્યા હતા. મહિલાએ 2013માં ફરિયાદ કરી હતી.
આસારામના પુત્ર નારાયણ સાંઈ સામે પણ બળાત્કારની ફરિયાદ થઈ હતી. આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો.
જોકે આસારામ સામે આટલા ગંભીર આક્ષેપો હોવા છતાં અને તેને આજીવન જેલની સજા થઈ હોવા છતાં તેના સમર્થનમાં હજુ ઘણા લોકો આવે છે. આજે અમદાવાદ ખાતે તેના સમર્થકોએ મીડિયાકર્મીઓ સાથે ધક્કામુક્કી પણ કરી હતી.