સુરતમાં વડા પ્રધાનના સ્વાગત માટે ૬૦ જેટલાં સ્વાગત પોઈન્ટ તૈયાર: મિનિ રોડ શો યોજાશે | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

સુરતમાં વડા પ્રધાનના સ્વાગત માટે ૬૦ જેટલાં સ્વાગત પોઈન્ટ તૈયાર: મિનિ રોડ શો યોજાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતમાં વિશ્ર્વનું સૌથી મોટું બિઝનેસ બિલ્ડિંગ ડાયમંડ બુર્સ અને સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલનું લોકાર્પણ કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે આવવાના હોવાથી શહેરને શણગારવામાં આવ્યું છે. રસ્તાની દિવાલો પર વિવિધ ચિત્રો પણ દોરવામાં આવ્યાં છે. સુરત એરપોર્ટથી સુરત ડાયમંડ બુર્સ સુધીના રસ્તાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ઠેરઠેર ૬૦ જેટલાં સ્વાગત પોઈન્ટ તૈયાર કરાયા છે. જ્યાં ધારાસભ્યો વડા પ્રધાનનું સ્વાગત કરશે. બીજી બાજુ વડાપ્રધાનનો મીની રોડ શો યોજવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત એરપોર્ટથી સુરત ડાયમંડ બુર્સ સુધીના ૮ કિ.મી.ના રૂટ પર વડા પ્રધાનનો મિની રોડ શો જોવા મળે તેવી શક્યતા છે. શહેરીજનો વડા પ્રધાનને ઉમળકાભેર આવકાર આપવા થનગની રહ્યાં છે. વડા પ્રધાનની એક ઝલક નિહાળવા મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવે તેવી શક્યતા છે. આ રસ્તાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે. આઠ કિલોમિટરના રૂટની બંને તરફ બામ્બુથી બેરિકેડ ગોઠવી દેવાયા છે. રોડ પર ૬થી વધુ સ્વાગત પોઈન્ટ તૈયાર કરાયા છે. વડા પ્રધાન લોકોનું અભિવાદન ઝીલતા ડાયમંડ બુર્સ સુધી પહોંચશે. સુરત એરપોર્ટથી બહાર નીકળતાની સાથે જ એરપોર્ટની બંને તરફ રસ્તા પર સુરત મનપા દ્વારા વડા પ્રધાનને આવકારતી આકર્ષક રંગોળી તૈયાર કરાઈ છે. ઠેર ઠેર વિશાળ હોર્ડિંગ્સ અને પોસ્ટરો લગાવાયા છે. ઓએનજીસી ચોકડી પર ફ્લાય ઓવર બ્રિજ પર સુરતની જુદી જુદી આઇકોનિક ઓળખને આકર્ષક રીતે ચીતરવામાં આવી છે. બ્રિજ સીટીથી લઈ ડ્રીમ સિટી સુધીના પ્રોજેક્ટને બ્રિજ પર પેઈન્ટ કરાયા છે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button