આપણું ગુજરાત

ટીમ ઇન્ડિયાનું અમદાવાદમાં આગમન

14 ઓક્ટોબરે પાકિસ્તાન સામે જામશે જંગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વર્લ્ડ કપ 2023ની ભારત-પાકિસ્તાનની મેચ આગામી તા.14મી ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી છે. શહેરમાં મેચને પગલે ક્રિકેટ રસિકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બુધવારે પાકિસ્તાનની ટીમ આવ્યા બાદ ગુવારે ભારતની ટીમનું અમદાવાદમાં આગમન થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર અફઘાનિસ્તાન સામે વિજય મેળવ્યા બાદ ગુવાર બપોરે ટીમ ઇન્ડિયાનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. ભારતીય ક્રિકેટર્સની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ રસીકો ઊમટી પડ્યા હતા. ભારતીય ટીમ બોડકદેવમાં આવેલી આઈટીસી નર્મદા હોટલમાં રોકાવાની છે. જ્યાં પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ભારતીય ટીમ દ્વારા પાકિસ્તાન સામે મેદાન-એ-જંગમાં ઊતર્યા પહેલા શુક્રવારે નેટ પ્રેક્ટિસ કરવામાં આવશે. બુધવારે સાંજે ભારતીય ઓપનિંગ બેટ્સમેન શુભમન ગીલ પણ અમદાવાદ આવી પહોંચ્યો હતો. ડેન્ગ્યુ થવાના કારણે શુભમન અગાઉની મેચો ટીમ ઇન્ડિયા તરફથી રમી શક્યો ન હતો, પરંતુ હવે તે સ્વસ્થ હોવાથી અમદાવાદ આવ્યો હતો. જોકે પાકિસ્તાન સામેની મેચમાં એ રમશે કે નહીં તે રહસ્ય હજુ પણ યથાવત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button