આપણું ગુજરાત

દાહોદમાં નવવધૂના અપહરણ કેસમાં 4 લોકોની ભોપાલમાંથી ધરપકડ, એકતરફી પ્રેમમાં પાગલ યુવકે કર્યું દુ:સાહસ

દાહોદ: રાજ્યના દાહોદ જિલ્લાના એક ગામમાં બંદુકની અણીએ નવવધૂનું અપહરણ કરવામાં આવ્યું હતું, થોડા દિવસ પહેલા બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો. જો કે હવે આ મામલે પોલીસને મોટી સફળતા મળી છે, દાહોદ જિલ્લા પોલીસે અપહરણ કરનાર મુખ્ય આરોપી સહિત 4 લોકોની મધ્ય પ્રદેશના ભોપાલમાંથી ધરપકડ કરી છે.

મધ્યપ્રદેશના ઝાંબુઆ તાલુકાના જાલાપોડા ગામથી દાહોદના ભાટીવાડા ગામની તરફ લગ્ન પતાવી જાન પરત આવી રહી હતી. તે દરમિયાન બોરડી ગામ નજીક 20થી 25 જેટલા અજાણ્યા ઇસમો મોટરસાયકલ ઉપર ધસી આવ્યા હતા.તેમણે વરરાજાની ગાડીને વરરાજા સહિત અન્ય લોકોને ધાક ધમકી આપી બળજબરી પૂર્વક નવવધૂને લઈને ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની દાહોદ પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી નવવધૂના અપહરણની દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસે અપહરણમાં સંડોવાયેલા 4 લોકો સાથે એક દેશી તમંચો પણ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ પોલીસે ભોપાલ ખાતેથી દુલ્હનનો પણ કબ્જો મેળવી દુલ્હનને તેના પરિજનોને પરત સોંપવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ તપાસમાં એવું સામે આવ્યું કે, અપહરણ કરનાર મહેશ ભુરીયા અગાઉ દુલ્હનના પ્રેમમાં હતો. જો કે મહેશ ભુરીયા પરિણીત હોવાથી યુવતી સાથે તેનું પ્રેમ પ્રકરણ પૂર્ણ થઈ ગયું હતું. જેથી એક તરફી પ્રેમમાં પાગલ મહેશ ભુરીયાએ લગ્ન કરી પરત ફરી રહેલી યુવતીનું અપહરણ કર્યું હતું.

આ સમગ્ર મામલે ભાટીવાડા ગામના વરરાજા અમલીયાર રોહિત કુમાર બાબુભાઈએ જણાવ્યું હતું કે, ‘બપોરે 1.30 વાગે જાન લઈને જાલાપોડા ગામે ગયા હતા સાત થી આઠ વાગ્યા સુધી ફેરા ફરી અમે પરત ફર્યા હતા ત્યારે બોરડી નજીક અલગ અલગ મોટરસાયકલો પર આવેલા આશરે 20થી 25 જેટલા અજાણ્યા શખ્સોએ હથિયારો સાથે અમારી ગાડીને આંતરી હતી અને કહ્યું કે, તમે માણસ મારીને આવ્યા છો, ઠોકીને આવ્યા છો તેવું કહીને ગાડી રોકી હતી રિવોલ્વર બતાવીને ગાડીની ચાવી લઈ લીધી હતી. ગાડીમાંથી મારી પરિણીત પત્નીને ખેંચીને બહાર કાઢી લીધી હતી એમની પાસે બાઈક હતી જેમણે મારી પત્નીને બેસાડી ત્યાંથી ભાગી ગયા હતા’. આ મામલે વરરાજા તરફથી ચાર નામજોગ તથા અન્ય આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ પાંચ વેકેશન ડેસ્ટિનેશન… એક વખત જશો તો… પોતાની માતાની સાડી અને દાગીના પહેરીને દુલ્હન બની છે આ સેલિબ્રિટીઝ આ રીતે ઘરે જ બનાવો ઑર્ગેનિક કાજલ