અર્જુન ખાટરીયાએ ભાજપમાં જોડાવાનું મન બનાવ્યું, જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતા તરીકે દૂર કરાયા

આજરોજ કોંગ્રેસ પક્ષ માટે એક માથા સમાચાર આપ્યા છે કે જિલ્લા પંચાયત અને સહકારી ક્ષેત્રે સક્રિય રાજકારણમાં વર્ચસ્વ ધરાવતા જિલ્લા પંચાયતના સભ્ય અને વિરોધ પક્ષના નેતા તરીકે કાર્યરત અર્જુન ખાટરિયા કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી અને કેસરિયો ધારણ કરવા જઈ રહ્યા છે.
આમ તો ગઈકાલથી જ મિટિંગનો દોર શરૂ થઈ ગયો હતો. ભારતીય જનતા પક્ષના સંગઠનના નેતાઓ તેમના સંપર્કમાં હતા અને મીટીંગ સીટીંગ ચાલુ હતી જેની જાણ કોંગ્રેસને થતા અર્જુનભાઈ રાજીનામું આપે તે પહેલા તેમને તેમની આ ગતિવિધિ ને ધ્યાનમાં લઇ પક્ષમાંથી અને તમામ હોદ્દા ઉપરથી દૂર કરાયા હતા.
અર્જુન ખાટરીયા અને તેમના પત્ની જિલ્લા પંચાયતમાં અનેક મહત્વના હોદા ભોગવી ચૂક્યા છે. સતત 4 ટર્મ તેઓ જિલ્લા પંચાયતમાં ચૂંટાયા છે સહકારી ક્ષેત્રે પણ માર્કેટિંગ યાર્ડ થી લઇ અને ઘણી સંસ્થાઓ સાથે કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. કોંગ્રેસમાંથી એક પછી એક વિકેટો પડતી જાય છે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષને જીવંત રાખી સતત લડતા રહેતા અર્જુન ખાટરિયા અચાનક વિકાસની કેડી પર ચાલવાનું મન બનાવી લે તે ઘણાના મગજમાં ઉતરતું નથી. છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ તરીકે સત્તાધારી પક્ષની સામે આક્ષેપોનો મારો કર્યો હોય તેમને અચાનક એ પક્ષ સારો લાગવા માંડે તો બીજા ઘણા કારણો હોઈ શકે તેવી લોગ ચર્ચા છે.
2107 વિધાનસભા ચૂંટણીમાં ગોંડલ સીટ પરથી કોંગ્રેસની સીટ પર ચૂંટણી લડ્યા હતા.અને 15397 મતથી હાર્યા હતા. આમ એક વધુ લડાયક નેતા કેસરિયો ખેસ પહેરવા જઈ રહ્યા છે.