ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો પર ભાજપના રાષ્ટ્રીય પરિષદના સભ્યોની નિયુક્તિ | મુંબઈ સમાચાર

ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો પર ભાજપના રાષ્ટ્રીય પરિષદના સભ્યોની નિયુક્તિ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ભાજપે ગુજરાતમાં મોટા નેતાઓને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવી રહી છે.

ભાજપ દ્વારા ૨૬ લોકસભા બેઠકો પર રાષ્ટ્રીય પરિષદના સભ્યોની જાહેરાત કરાઈ છે. ૨૬ રાષ્ટ્રીય પરિષદના સભ્યો કોર્ડિનેશનની કામગીરી કરશે.ભારતીય જનતા પાર્ટી દ્વારા ૨૬ રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પસંદગી કરાઈ છે. હવે રાષ્ટ્રીય પરિષદના સભ્યો તમામને સાથે લઈ પોત પોતાની બેઠક પર કોર્ડિનેશનની કામગીરી કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની ૪ રાજ્યસભાની બેઠકો માટે ૨૭ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત થશે. હાલની ૪ બેઠકમાંથી ૨ કૉંગ્રેસ જ્યારે ૨ બેઠકો ભાજપ પાસે છે.

Back to top button