આપણું ગુજરાતસ્પેશિયલ ફિચર્સ

KVS Admission 2024-25: કેન્દ્રિય વિદ્યાલયમાં પ્રવેશ માટે 1લી એપ્રિલથી પ્રક્રિયા શરૂ, અહી જાણો સંપૂર્ણ વિગત

KVS Admission 2024-25: કેન્દ્રિય વિદ્યાલયમાં પ્રવેશ (Kendriya Vidhyalaya Admission) માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠને શૈક્ષણિક સત્ર 2024-2025 (KVS Admission 2024 Calss 1) માટે વર્ગ 1 થી 11 માં પ્રવેશ માટે નોટિફિકેશન બહાર પાડી છે. જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ, વર્ગ 1 માં પ્રવેશ માટેની લિંક 1 એપ્રિલ, 2024 (KVS Admission 2024 Class 1 Age Limit) ના રોજ સવારે 10 વાગ્યાથી એક્ટિવ થશે.

વિદ્યાર્થીઓ અહીં 15મી એપ્રિલ 2024, સાંજે 5 વાગ્યા સુધી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. જ્યારે 11મા ધોરણમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશનની તારીખ બોર્ડ પરીક્ષાઓના પરિણામો જાહેર થયા પછી જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ સત્તાવાર વેબસાઇટ kvsonlineadmission.kvs.gov.in પર જઈને પોતાની નોંધણી કરાવી શકે છે. અહીં તમે KV વર્ગ 1 માં પ્રવેશ માટેની ઉંમર, અરજી પ્રક્રિયા અને ફી સંબંધિત સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 1 માં પ્રવેશ માટે તમારા બાળકની ઉંમર 31 માર્ચ 2024 સુધીમાં ઓછામાં ઓછી 6 વર્ષ હોવી જોઈએ (KVS Admission 2024 Class 1 Age Limit). જો તમારા બાળકની ઉંમર 6 વર્ષથી ઓછી છે તો તમને રજીસ્ટ્રેશન માટે લાયક ગણવામાં આવશે નહીં. જ્યારે વર્ગ 2 અને તેના પછીના પ્રવેશ માટે નોંધણીની પ્રક્રિયા એપ્રિલમાં ઑફલાઇન શરૂ થશે.

આ રીતે કરો રજિસ્ટ્રેશન (KVS Admission 2024 online)

સૌ પ્રથમ kvsonlineadmission.kvs.gov.in પર જાઓ.
હોમપેજ પર જાઓ અને KV વર્ગ 1 પ્રવેશ 2024 નોંધણી લિંક પર ક્લિક કરો.
અહી તમારું રજીસ્ટ્રેશન કરો.
તમારા મોબાઈલ પર રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ આવશે.
આ પછી, તમારું એપ્લિકેશન ફોર્મ સંપૂર્ણપણે ભરો.
હવે તમામ જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.

ક્યા ડોક્યુમેન્ટસની પડશે જરૂર?

બાળકનું આધાર કાર્ડ
બાળકનું જન્મ પ્રમાણ પત્ર
બાળકના પાસપોર્ટ સાઇઝના ફોટો
જાતિ પ્રમાણ પત્ર
આવેદન કરતાંનું આધાર કાર્ડ

નોંધ: KVSના એડમિશન પ્રકીર્ય શરૂ કરતાં પહેલા ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવેલી દરેક માહિતી બરાબર વાંચી સમજી આગળ વધવુ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button