આપણું ગુજરાત

પેપરમાં છબરડોઃ પૂછ્યું- આંબા પરથી સફરજન પડે તો કયું બળ લાગે? વિદ્યાર્થીઓ ચકરાવે ચડ્યાં

જૂનાગઢઃ ગુજરાતમાં હાલ બોર્ડની પરીક્ષા (gujarat board exam) ચાલી રહી છે. આ દરમિયાન જૂનાગઢમાં ધો. 8ના વિજ્ઞાનના પ્રશ્નપત્રમાં છબરડો સામે આવ્યો હતો. જેમાં આંબા (mango tree) પરથી સફરજન (apple) પડે તો કયું બળ લાગે તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પ્રશ્ન વાંચતા જ વિદ્યાર્થીઓ ચકરાવે ચડી ગયા હતા.

ધો.8માં વિજ્ઞાન વિષયનું સામાયિક મૂલ્યાંકન પ્રશ્ન બેંકમાં અનેક પ્રશ્નો પૂછાયા હતા. તેમાં જોડકા જોડોનો પ્રશ્ન હતો. આ જોડકામાં લખાયું હતું કે, આંબાના ઝાડ પરથી સફરજન પડે તો તેમાં કયું બળ લાગે. સામાન્ય રીતે કોઈપણ ઝાડ પરથી ફળ નીચે પડે તો ગુરુત્વાકર્ષણ લાગુ પડતું હોય છે. આ તો સામાન્ય વાત થઈ પરંતુ વિદ્યાર્થીઓ આ વાંચીને ચકરાવે ચડી ગયા કે આંબાના ઝાડ પરથી કેરી પડે તેવું તો સાંભળ્યું હતું પરંતુ આંબા પરથી સફરજન પડે તેવું પ્રથમ વખત સાંભળ્યું છે. આવો અટપટો સવાલ પૂછાતાં વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. આવા છબરડાના કારણે વિદ્યાર્થીઓની મુશ્કેલી વધતી હોય છે ત્યારે શિક્ષણ બોર્ડ આવા છબરડા થતા અટકાવવા માટે યોગ્ય સાવચેતી રાખે તે જરૂરી છે.

Also read: સફરજન ખાવ કે અમેરિકા જાવ… ગાંધી સાથે જ છે!

બનાવ અંગે ઈન્ચાર્જ ડીઈઓ લતાબેન આચાર્યએ જણાવ્યું કે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા પેપર તૈયાર કરીને પોર્ટલ પર મૂકવામાં આવતા હોય છે. આ પ્રશ્ન બેંક પરથી સામાયિક મૂલ્યાંકન કસોટી લેવાની હોય છે, ત્યારે આમાં પ્રિન્ટ મિસ્ટેકના કારણે આંબા પરથી સફરજન પડ્યું તેવું લખાયું હોઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button