સામાન્ય એન્ટિબાયોટિક્સની પણ કેટલાક બેકટેરિયા પર અસર થતી નથીઃ ગુજરાતની હોસ્પિટલોમાં સર્વે…

અમદાવાદઃ રાજ્યની હોસ્પિટલોમાં સરકાર દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એક ચિંતાજનક ટ્રેન્ડ સામે આવ્યો હતો. સામાન્ય બેક્ટેરિયલ ઈન્ફેકશન સામે સૌથી વધુ પાવરફૂલ એન્ટિબાયોટ્કિસની પણ અસર થતી નથી. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 40 ટકાથી થી વધુ ઈ. કોલી અને ક્લેબસિએલા બેક્ટેરિયા – બે મુખ્ય એન્ટિમાઇક્રોબાયલ-પ્રતિરોધક પેથોજેન્સ છે. તેઓ ગંભીર ચેપ માટે વારંવાર જવાબદાર હોય છે. તે હવે કાર્બાપેનેમ્સ માટે પ્રતિરોધક બની ગયા છે. કાર્બાપેનેમ્સ એક ઉચ્ચ સ્તરની એન્ટિબાયોટિક છે જેનો ઉપયોગ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે અન્ય તમામ દવાઓ નિષ્ફળ જાય છે.
ગુજરાત રાજ્ય એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ સર્વેલન્સ નેટવર્કના સર્વેલન્સ રિપોર્ટના આ મુખ્ય તારણો પૈકી એક છે. આ રિપોર્ટમાં 1 જુલાઈથી 31 ડિસેમ્બર, 2024 વચ્ચે એકત્રિત કરાયેલા 14,685 એએમઆર આઇસોલેટ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ આઇસોલેટ્સ 22 નેટવર્ક લેબોરેટરીમાં લેવામાં આવ્યા હતા, જેમાં છ સરકારી મેડિકલ કોલેજો, 13 જીએમઈઆરએસ મેડિકલ કોલેજો અને ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મેડિકલ કોલેજોની માઇક્રોબાયોલોજી લેબનો સમાવેશ થતો હતો.
સૂત્રોના કહેવા પ્રમાણે, કોલિસ્ટિન સહિતની અન્ય દવાઓ હજુ પણ ઉપલબ્ધ છે. આ દવાખૂબ જ ગંભીર બેક્ટેરિયલ ચેપ માટે અંતિમ ઉપાય છે. ત્યારે કાર્બાપેનેમ્સ પ્રત્યેનો પ્રતિકાર દર્શાવે છે કે ગંભીર ચેપ માટે આપણે ઝડપથી કાર્યક્ષમ એન્ટિબાયોટિક વિકલ્પો ગુમાવી રહ્યા છીએ. ઉચ્ચ શ્રેણીની એન્ટિબાયોટિક્સ પર સ્વિચ કરવાથી ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની આડઅસરો પણ થાય છે.
રાજ્યના આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ગુજરાત સમર્પિત એએમઆર સર્વેલન્સ નેટવર્ક ધરાવતા કેટલાક ભારતીય રાજ્યો પૈકી એક છે. અધિકારીએ કહ્યું, એન્ટિમાઇક્રોબાયલ પ્રતિકારને ચોક્કસ એન્ટિબાયોટિક્સમાં ઓળખવાથી લઈને આઇસોલેટ્સની જાણ કરવા સુધીના તમામ પગલાં પ્રમાણભૂત છે.
આ રિપોર્ટ પ્રાથમિકતાવાળા પેથોજેન્સ પર આધારિત હતો. જેને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા હાલની એન્ટિબાયોટિક્સ પ્રત્યેના તેમના પ્રતિકારને કારણે માનવ સ્વાસ્થ્ય માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે. 42 ટકા એએમઆર આઇસોલેટ્સ પેશાબના નમૂનાઓમાંથી હતા, ત્યારબાદ પરુના એસ્પિરેટ્સ 31 ટકા હતા. લગભગ 62 ટકા આઇસોલેટ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાંથી આવ્યા હતા, અને 16 ટકા ઇન્ટેન્સિવ કેર યુનિટ્સના દર્દીઓમાંથી હતા.
સૂત્રોના કહેવા પ્રમાણે, આઈસીએમઆરના રિપોર્ટ મુજબ એએમઆર સજીવો સતત વધી રહ્યા છે. તાજેતરના વર્ષોમાં, ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયાએ ઘણી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી એન્ટિબાયોટિક્સની ખાસ અસર થઈ નહોતી. બ્લડ કલ્ચરમાંથી અલગ કરાયેલા કેટલાક બેક્ટેરિયા પર પણ અસર થઈ નહોતી.
આ પણ વાંચો : આરોગ્ય એક્સપ્રેસ: એન્ટિબાયોટિક્સની આડઅસર અનેક છે… કઈ રીતે બચશો?