રાજકોટમાં વધુ એક વોકળાપરની દુકાન ધરાશાયી
રાજકોટના હોસ્પિટલ ચોક પાસે આવેલ વર્ષો જુની લોટરી બજારમાં આવલી ફરસાણની દુકાનમાં આજે સવારે દુકાનનું તળિયું જમીનમાં ધરાશાયી થઈ ગયું હતું.વર્ષો જૂની ફરસાણની દુકાન આજે ધડાકા સાથે નીચે વોકળામા સમાઈ ગઈ હતી. જૂની લોટરી બજાર તરીકે ઓળખાતી આ બજારમાં 130 જેટલી દુકાનો આવેલ છે. વર્ષો પહેલા તમામ દુકાનો વોકળા ઉપર ખડકી દેવામાં આવી છે, તાજેતરમાં જ યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક ખાતે નાળા પર ખડકી દીધેલ પાર્કિંગ તથા ચાલવાનો રસ્તો જર્જરીત થતા દુકાન પાસે નો સ્લેબ ધરાશાહી થયેલ અને એક અપમૃત્યુ પણ થયું હતું .
આ ઘટના બાદ લોકોને હતું કે કોર્પોરેશન જેટલા નાળા પર બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે તેની સ્ટ્રકચરલ તપાસ તપાસ કરશે અને જરૂર પડે મરમતનું કામ પણ આગળ વધશે. પરંતુ બીત ગઈ સો બાત ગઈ.અને હાલ આ નવી ઘટના ઘટી છે.ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી,ઘટનાની જાણ થતાં રાજકોટ મનપામાં અધિકારીઓ તેમજ ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે સ્થળ નિરીક્ષણ કરવા દોડી ગયા હતા. હાલ ત્યાંના દુકાનદારોમાં ભયનો માહોલ જોવા મળે છે. કોર્પોરેશનના અધિકારીઓ સમક્ષ તેઓએ યોગ્ય તપાસની માગણી કરી છે.