એથરની આગને લીધે વધુ એક અકસ્માત :એકનું મોત
સુરતના જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝમાં ફાટી નીકળેલી આગમાં સાત મજૂરોના બળ મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ ગઈકાલે વધુ એક મજૂર મૃત્યુ પામ્યો હોવાનું જાણવા મળ્યું છે .જોકે આ મજૂર આગમાં ભડથું નથી થયો, પરંતુ આગને લીધે થયેલા અકસ્માતમાં તેનું મોત થયું છે
. એથર કંપનીની બાજુમાં આવેલી એક બીજી ફેક્ટરીમાં આગને લીધે નુકસાન થયું હતું. આ નુકસાન બાદ મજૂરોને સાફ-સફાઈ નું કામ કરવા જણાવવામાં આવ્યું હતું. સાફ-સફાઈ કરતા એક મજૂરને માથે પતરું પડતા તેનું મોત નીપજ્યું છે. આ રીતે કુલ આઠના મોત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં મંગળવારે રાત્રે એથર ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગમાં સાત મજૂરો ભડથું થઈ ગયા હતા.
આ ઘટના બાદ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું અને તેમણે ઇન્ડસ્ટ્રીઝને પ્રોડક્શન બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે ઇન્ડસ્ટ્રી અને સરકારે પણ મૃતકોના સ્વજનોને વળતરની જાહેરાત કરી છે.