આપણું ગુજરાત

ગુજરાતમાં વધુ એક પેપર ફૂટ્યું? વલસાડની કોલેજમાં બીકોમનું પેપર લીક થયાનો આક્ષેપ

વલસાડની એન.એચ કોમર્સ કોલેજ પેપર લીકના મુદ્દે વિવાદમાં આવી છે. કેટલાક વિદ્યાર્થીઓ આક્ષેપ કરી રહ્યા છે કે કોલેજમાં પરીક્ષા દરમિયાન જ બી.કોમના પાંચમા સેમેસ્ટરનું પેપર લીક થઇ ગયું હતું. કોલેજમાં એડવાન્સ એકાઉન્ટીંગ એન્ડ ઓડિટિંગ વિષયની પરીક્ષાનું પેપર લીક થઇ જતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજ પ્રિન્સીપાલની ઓફિસ પર પહોંચ્યા હતા અને સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ પેપર લીકની આ ઘટનામાં કોલેજના જ એક પ્રોફેસરની સંડોવણી હોવાનું વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. પ્રિન્સીપાલની ઓફિસને ઘેરીને વિદ્યાર્થીઓ ન્યાયની માગ સાથે ઘણા સમય સુધી બેસી રહ્યા હતા.


અન્ય વિદ્યાર્થી સંગઠનો પણ તેમની સાથે જોડાયા હતા. જો કે થોડા સમય પછી તેમની વચ્ચે અંદરોઅંદર બોલાચાલી પણ થઇ હતી.

ભારે હોબાળાને કારણે પ્રિન્સીપાલે પણ આ મામલે તપાસ કરવામાં આવશે તેવી બાંહેધરી આપી વિદ્યાર્થીઓને શાંતિ જાળવવાનો અનુરોધ કર્યો હતો. હાલ કોલેજ તંત્ર આ અંગે તપાસ કરી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button