આપણું ગુજરાત

Ahmedabadમાં રાજ્યનું બીજું જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટર શરૂ: ભુજના જેઆઈસી પરનું ભારણ ઘટશે?

ભુજ: ઓવરક્રાઉડની ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા સરહદી કચ્છ બાદ રાજ્યમાં અમદાવાદ ખાતે બીજા સંયુક્ત પૂછપરછ કેન્દ્ર (જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટર)ને શરૂ કરાયું છે. ગેરકાયદેસર ભારતીય ભૂમિ કે જળસીમામાં ઘૂસણખોરી કરતાં પકડાયેલાં વિદેશી નાગરિકોને જ્યાં સુધી તેમના પરનો કેસ પૂરો ના થાય ત્યાં સુધી જેઆઈસીમાં રખાય છે.

જેઆઈસી એ જેલ નહીં પણ એક પ્રકારે ડીટેન્શન સેન્ટર છે. અહીં લવાતા વિદેશી નાગરિકોની સુરક્ષા એજન્સીઓ પૂછપરછ કરતી હોય છે. અમદાવાદ એરપોર્ટ નજીક નિર્માણ પામેલા નવા જેઆઈસીમાં ૧૬ બેરેક છે, જેમાં ૬૪ પુરુષો અને ૧૨ સ્ત્રી. અટકાયતીઓને રાખી શકાશે.
નવા જેઆઈસીના લીધે લાંબા સમયથી ઓવરક્રાઉડિંગની સમસ્યાથી ઝઝૂમી રહેલા ભુજના જેઆઈસી પરનું ભારણ ઘટવાની આશા છે. ભુજ જેઆઈસીમાં ૭૦ અટકાયતીઓની સમાવેશ ક્ષમતા સામે મોટાભાગે તેમાં બેથી અઢી ગણાં વધુ અટકાયતીઓને રાખવામાં આવ્યા છે. અમદાવાદ એસઓજીના પ્રાંગણના કામચલાઉ ડીટેન્શન સેન્ટરમાં પણ લાંબા સમયથી ૫૩ જેટલાં વિદેશી નાગરિકો રાખવામાં આવ્યા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગત નવેમ્બર ૨૦૨૦થી જાન્યુઆરી ૨૦૨૧ના સમયગાળા દરમિયાન ભુજ જેઆઈસીમાં ચાર પાકિસ્તાની નાગરિકોના બીમારીના લીધે મૃત્યુ નીપજ્યાં હતાં. છેલ્લાં અઢી વર્ષમાં ગુજરાતમાં ૭૪ પાકિસ્તાની નાગરિકો, ૧૪ અફઘાની નાગરિકો અને ૬ ઈરાની નાગરિકો પકડાયાં છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button