આપણું ગુજરાત

અમદાવાદની સાબરમતી નદી પર બનશે વધુ એક બ્રિજ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ : શહેરની સાબરમતી નદી પર રબર બેરેજ કમ બ્રિજની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. આધુનિક ડિઝાઈન ધરાવતો આ બ્રિજ તૈયાર કરવાને લઈ વાહન વ્યવહારને માટે મોટી રાહત સર્જાવા સાથે સાબરમતી નદીમાં પાણીનો જથ્થો પણ રોકી શકાશે. નવીન બ્રિજ એક અલગ જ ઓળખ ઊભી કરશે. આ બ્રિજ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત અચેરથી કેમ્પ સદર બજાર વચ્ચે બેરેજ કમ બ્રિજ બનશે. બેરેજ કમ બ્રિજના કારણે અચેર બજારથી ઉપરવાસમાં સંગ્રહિત થનાર પાણીના જથ્થાનો મોટો ફાયદો મળશે. જેના વડે અમદાવાદ શહેરને પાણીની અછત તેમ જ નર્મદા મેઇન કેનાલના મેઇન્ટેનન્સ રિપેરીંગ દરમ્યાન કોતરપુર ઇન્ટેકવેલ મારફતે આશરે ૧૦ થી ૧૫ દિવસ સુધીનો પાણીનો જથ્થો શુદ્ધિકરણ માટે કોતરપુર વોટર વર્કસ ખાતે ઉપલબ્ધ થઇ શકશે.

શહેર પશ્ર્ચિમ તરફ ટોરેન્ટ પાવર સ્ટેશનથી પૂર્વમાં કેમ્પ સદર બજાર (એરપોર્ટ રોડ)ના બન્ને રસ્તાઓને જોડતો બ્રિજ બનાવવામાં આવશે. જેના કારણે શહેરનાં પશ્ર્ચિમ વિસ્તારો જેવા કે ચાંદખેડા, સાબરમતી, મોટેરા અને પૂર્વના હાંસોલ તથા એરપોર્ટ સાથે સીધી કનેક્ટીવીટી મળશે. જેથી ટ્રાફિક સમસ્યા ઘણી જ હળવી બનશે. બ્રિજ બન્ને સાઇડ ફુટપાથ સાથે તથા રિવરફ્રન્ટ રોડ માટે ચારેય બાજુએ મુખ્ય બ્રિજ સુધી કનેક્ટ કરતો બ્રિજ બનાવવાની પણ પ્રપોઝલ કરવામાં આવી છે. બનનાર બ્રીજ પશ્ર્ચિમ કાંઠે ટોરેન્ટ પાવર હાઉસ તેમજ પૂર્વ કાંઠે કેમ્પ સદર બજારને સરળતાથી જોડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત માટે આવા પ્રકારનો બેરેજ પ્રથમ હોવાથી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ ભાગ લેવાની છે.

એર ફીલ્ડ રબર ટાઈપ બેરેજના કામનું મેન્યુફેક્ચરીંગ, સપ્લાય, ફીક્ષીંગ ઇન્સ્ટોલેશન કમીશનીંગ, ઓપરશન અને મેઇન્ટેનન્સ તેમજ જરૂરી ઇલેક્ટ્રો-મીકેનીકલ ઓટોમેશન સિસ્ટમ સહિતનું બાંધકામ કરવાના કામનું ટેન્ડર રૂ.૭૩.૬૫ કરોડનું મંગાવવામાં આવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો