આપણું ગુજરાત

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGનો ભાવ વધાર્યો

cng price hike, Gujarat gas, gas price hike, cng price, lpg gas,

અમદાવાદઃ ડિસેમ્બર મહિનાની પણ ભાવ વધારા સાથે શરૂઆત થઈ છે. એલપીજી-સીએનજીના ભાવમાં થતો બદલાવ આમ આદમીને સીધો જ પ્રભાવિત કરે છે. આજે એલપીજી ગેસના ભાવમાં 16.50 રૂપિયાનો વધારો થયો છે, બીજી તરફ ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવમાં વધારો કરીને લોકોને મોંઘવારીનો ડામ આપ્યો છે.

શું છે નવો ભાવ

ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં 1.50 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. જે બાદ ભાવ 76.26 રૂપિયાથી વધીને 77.76 રૂપિયા થઈ ગયો છે. પાંચ મહિનામાં ગેસના કિલોદીઠ ભાવમાં 3.50 રૂપિયાનો વધારો થયો છે. સીએનજી ગેસના ભાવ વધારો થવાને કારણે સીએનજી વાહન ચાલકોને માથે દરરોજ લાખો રૂપિયાનું ભારણ વધશે.

જો સીએનજી ગેસના ભાવમાં આવી રીતે જ વધારો થતો રહેશે તો વાહન ચાલકો પેટ્રોલ અથવા ડીઝલ વાહનો તરફ વળશે અને પ્રદૂષણ વધશે. ગુજરાત ગેસે આ પહેલાં જુલાઈ, ઓગસ્ટમાં પણ ભાવ વધાર્યો કર્યો હતો. બંને વખતે 1-1 રૂપિયાનો વધારો થયો હતો.

Also Read – ઈન્ડોનેશિયા સરકારે આયાતી તેલની ટેરિફ વૅલ્યૂ વધારીઃ ભારતમાં શું અસર જાણો

ઉલ્લેખનીય છે કે 1 ડિસેમ્બરથી અનેક બદલાવ થયા છે. એલપીજી અને સીએનજી મોંઘા થવા સહિત ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમ બદલાયો છે. એસબીઆઈએ આજથી જ ક્રેડિટ કાર્ડના યુઝ માટે ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ કે મર્ચન્ટ સાથે જોડાયેલા ટ્રાન્ઝેકશન પર મળતાં રિવોર્ડ્સ પોઇન્ટ આજથી બંધ કરી દીધા છે. ઉપરાંત ક્રેડિટ કાર્ડ ઉપરાંત ઓટીપીના નિયમોમાં પણ બદલાવ થયો છે. ઓટીપી સંબંધિત ટ્રેસેબિલિટી નિયમને ટેલિકોમ કંપનીઓ આજે લાગુ કરશે. તેનાથી સ્પેમ અને ફિશિંગ મામલામાં રોક લગાવી શકાશે. તેમજ ટેલિકોમ કંપની દ્વારા મોકલવામાં આલા મેસેજ ટ્રેસ કરી શકાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button