“કોંગ્રેસને સુરતથી બીજો ઝટકો” ચૂંટણી પહેલા પર ભાજપનો ભરતીમેળો યથાવત !

સુરત : લોકસભા ચૂંટણીનાં મતદાનને ચાર દિવસ જ બાકી છે ત્યારે સુરત ભાજપમાં ભરતી મેળો યોજાઈ ગયો હતો. સુરતના વોર્ડ નં: 3, 16, 17ના કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. 100થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિવિધ પદેથી રાજીનામું આપી ભાજપનો ખેસ પહેર્યો હતો.શિક્ષણપ્રધાન પ્રફૂલ પાનસેરિયાની હાજરીમાં કોંગી કાર્યકર્તા ભાજપમાં જોડાયા હતા.
સુરતમાં કોંગ્રેસને હજુ હમણાં જ નિલેષ કુંભાણી દ્વારા એક ઝટકો આપવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનાં મતદાનને હવે બસ 4 દિવસ જ બાકી છે, તેવા સમયે સુરત ભાજપમાં ભરતી મેળો યોજાઈ ગયો હતો. ત્યારે સુરતના વોર્ડ નં: 3, 16, 17ના કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. 100થી વધુ કાર્યકર્તાઓએ વિવિધ પદેથી રાજીનામું આપી ભાજપનો ખેસ પહેર્યો હતો.શિક્ષણપ્રધાન પ્રફૂલ પાનસેરિયાની હાજરીમાં કોંગી કાર્યકર્તા ભાજપમાં જોડાયા હતા.
એકતરફ સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેષ કુંભાણીનું ફોર્મ રદ્દ થયા બાદ બેઠક ભાજપના ફાળે બિનહરીફ ગઈ છે તો બીજી તરફ કોંગી ઉમેદવાર સામે કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. નિલેષ કુંભાણી ગાયબ થઇ જતા રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો તો સાથે તેમની વિરુદ્ધ શહેરમાં પોસ્ટરો પણ લાગ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી હવે પક્ષ સાથે છેડો ફાડવા સુધી દેખાઈ રહી છે.